Deodar Taluka Panchayat News: હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત! દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીની નવી તારીખ જાહેર
Deodar Taluka Panchayat News: વાવ થરાદની દિયોદર (Deodar) તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજ્યના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ગરમાવો હવે તેના અંતિમ તબક્કે પહોંચ્યો છે. અનેક હાઈવોલ્ટેજ ડ્રામા અને વિવાદો બાદ આખરે તંત્ર દ્વારા ચૂંટણીની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
દિયોદર (Deodar) તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની યોજાશે ચૂંટણી
દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ બે વખત હોબાળા અને આંતરિક વિખવાદને કારણે ચૂંટણી રદ કરવાની ફરજ પડી હતી, પરંતુ હવે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતીકાલે સવારે 11:૦૦ વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થશે.
કોંગ્રેસના હાઈકોર્ટ સુધીના પ્રયાસો
ચૂંટણીમાં વિલંબને કારણે કોંગ્રેસે આ મામલે હાઈકોર્ટ (High Court) ના દ્વાર પણ ખખડાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor) એ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બહુમતી હોવા છતાં ભાજપ સત્તા મેળવવા માટે તમામ હથકંડા અપનાવી રહ્યું છે. કોંગ્રેસે ભાજપ પર સગર્ભા સદસ્યને ટાર્ગેટ કરવાનો અને ચૂંટણીને પાછળ ઠેલવા માટે લોકશાહીના મૂલ્યોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, હવે ચૂંટણીની જાહેરાત થતાં કોંગ્રેસે પણ કોઈપણ સ્થિતિમાં મેદાનમાં ઉતરવા માટે તૈયારી બતાવી છે.
એડિશનલ કલેક્ટર ડી.બી. ટાંક દિયોદર કચેરી ખાતે પહોંચ્યા
દિયોદર કચેરી ખાતે એડિશનલ કલેક્ટર ડી.બી. ટાંક (D.B. Tank) પહોંચી ગયા છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
Diyodar taluka panchayat election official date announced
Diyodar Taluka Panchayat ની ચૂંટણી અંગે જાહેરાત | Gujarat First
આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે નવી તારીખ જાહેર
અગાઉ બે વખત ચૂંટણી રદ કરવામાં આવી હતી #DiyodarElection… pic.twitter.com/g9B1Y8saI0— Gujarat First (@GujaratFirst) May 29, 2026
શું હતો વિવાદ?
અગાઉ યોજાયેલી સભાઓમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયેલા ઘર્ષણ અને ભાજપના આંતરિક જૂથવાદને કારણે સ્થિતિ ખૂબ જ તંગ બની હતી. માત્ર 20 મિનિટમાં જ સભા સંકેલી લેવી પડી હતી અને ભારે સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવા પડ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર જગાવી હતી.
હવે સૌની નજર આવતીકાલે સવારે 11:00 વાગ્યે યોજાનારી આ મહત્વપૂર્ણ ચૂંટણી પર છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ પ્રતિષ્ઠાના જંગમાં કોની સત્તા આવશે તે હવે સ્પષ્ટ થઈ જશે.
દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની યોજાશે ચૂંટણી
અગાઉ બે વખત રદ થયા બાદ ફરી ચૂંટણીનું કરાયું આયોજન
આવતીકાલે સવારે 11 વાગ્યે મતદાન પ્રક્રિયા યોજાશે#DeodarTalukaPanchayat #BanaskanthaNews #GujaratPolitics #DeodarNews #PanchayatElections #GujaratFirst pic.twitter.com/YbY4waH3Fs— Gujarat First (@GujaratFirst) May 29, 2026


