Vav Tharad : થરાદમાં વિકાસનો શંખનાદ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરોડોના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) વાવ-થરાદ (Vav Tharad) માં
- થરાદમાં 4 કરોડથી વધુના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત
- સુંધલનગર સહિતની સોસાયટીમાં વિકાસના કામોને મંજૂરી
- સ્ટ્રીટ લાઇટ, પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે ખાતમુહૂર્ત
Vav Tharad : થરાદ (Tharad) માં વિકાસની ગતિને વેગ આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankar Chaudhary) ના હસ્તે કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરાદ નગરપાલિકામાં પ્રથમવાર નવી સોસાયટીઓનો સમાવેશ થયા બાદ, આ વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
થરાદ (Tharad) માં વિકાસના કામોનો પ્રારંભ
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં શંકર ચૌધરીએ સુંધલનગર સહિતની વિવિધ સોસાયટીઓમાં અંદાજે રૂ. 4 કરોડથી વધુના ખર્ચે થનારા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. નગરપાલિકામાં નવી ભળેલી આ સોસાયટીઓમાં હવે રહીશોને સ્ટ્રીટ લાઈટ, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudhary Vav-Tharad માં । Gujarat First
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વાવ-થરાદમાં
થરાદમાં 4 કરોડથી વધુના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત
સુંધલનગર સહિતની સોસાયટીમાં વિકાસના કામોને મંજૂરી
સ્ટ્રીટ લાઇટ, પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે ખાતમુહૂર્ત… pic.twitter.com/wAnHDZrqRm— Gujarat First (@GujaratFirst) March 15, 2026
સ્થાનિક રહીશોમાં પણ ખુશીનો માહોલ
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. આ ખાતમુહૂર્ત વિધિમાં સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની પાયાની સુવિધાઓની માંગ સંતોષાતા સ્થાનિક રહીશોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Vadodara: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ, જાણો શું છે સમગ્ર વિવાદ?


