Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha માં ચૂંટણીનો જંગ તેજ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ગજવી જાહેરસભા

Jagdish Vishwakarma in Banaskantha: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ ચરણમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. જે અંતર્ગત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. વડગામ (Vadgam) નજીક હેલિપેડ પર તેમનું ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
banaskantha માં ચૂંટણીનો જંગ તેજ  પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ગજવી જાહેરસભા
Advertisement
  • ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા Banaskantha માં
  • પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરો સાથે સંવાદ
  • વિકાસ સંકલ્પ સંવાદમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ
  • સ્વાગતમાં મળેલા પુસ્તકો બાળકોને કર્યા અર્પણ
  • સ્ટેજ પર બાળકોને બોલાવી પુસ્તકોનું કર્યું વિતરણ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપનો વિજય હુંકાર

Jagdish Vishwakarma in Banaskantha: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ ચરણમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. જે અંતર્ગત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. વડગામ (Vadgam) નજીક હેલિપેડ પર તેમનું ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Jagdish Vishwakarma in Banaskantha-Gujarat first

Advertisement

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા Banaskantha માં

જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા પહોંચતાની સાથે જ હેલિપેડ પર જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે ‘વન-ટુ-વન’ (One-to-One Review) બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિની સમીક્ષા કરવામાં આવી હતી અને જીત માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેલિપેડથી તેઓ સીધા મગરવાડા (Magarwada) મણિભદ્ર વીરના દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં દર્શન કર્યા બાદ તેમણે જગાણા સ્કૂલની (Jagana School) પણ મુલાકાત લીધી હતી.

Advertisement

પાલનપુરમાં વિકાસ સંકલ્પ સભા

પાલનપુરની (Palanpur) રામપુરા ચોકડી નજીક ભાજપ દ્વારા એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓના પ્રચાર માટે યોજાયેલી આ 'વિકાસ સંકલ્પ સભા'માં (Vikas Sankalp Sabha) મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રદેશ પ્રમુખે અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભાજપના વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો.

Jagdish Vishwakarma in Banaskantha-Gujarat first

સરળ વ્યક્તિત્વના કરાવ્યા દર્શન

પાલનપુરના કાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્માના સરળ વ્યક્તિત્વની લોકોમાં ભારે પ્રશંસા થઈ હતી. સામાન્ય રીતે નેતાઓના સ્વાગતમાં ફૂલહાર કે ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ તેમના સ્વાગતમાં આવેલા પુસ્તકો તેમણે બાળકોને અર્પણ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન જ તેમણે બાળકોને સ્ટેજ પર બોલાવીને આ પુસ્તકોનું વિતરણ કર્યું હતું, જેનાથી સૌ કોઈ પ્રભાવિત થયા હતા.

ચૂંટણીના આ આખરી પડાવમાં પ્રદેશ પ્રમુખની આ મુલાકાતથી બનાસકાંઠા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: LIVE:Gujarat Local Body Election LIVE: મહીસાગરમાં મોટો ઉલટફેર, પરિવર્તન લાવવા ઉમેદવારોએ પરસેવો પાડ્યો, જુઓ પળેપળની અપડેટ

Tags :
Advertisement

.

×