Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

'દારુ બંધ કર્યો હોય ત્યાં દારુની સપ્લાઈ કઈ રીતે?' MP Geniben Thakor નું ભાભર પોલીસને આવેદનપત્ર!

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાભર પોલીસ મથકે સમર્થકો સાથે પહોંચી દારૂબંધીના કડક અમલ માટે આવેદનપત્ર આપ્યું હતું. તેમણે ખાસ કરીને અબાસણા અને ભીમબોરડી ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા અને ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે, જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
 દારુ બંધ કર્યો હોય ત્યાં દારુની સપ્લાઈ કઈ રીતે   mp geniben thakor નું ભાભર પોલીસને આવેદનપત્ર
Advertisement
  • MP Geniben Thakor દારૂના મુદ્દે પહોંચ્યા પોલીસ સમથક
  • ભાભર પોલીસમથકે દારૂ બંધ કરાવવા આપ્યું આવેદનપત્ર
  • પોતાના મત વિસ્તારમાં દારૂ સામે પ્રતિબંધની કાર્યવાહી કરવા માંગ

MP Geniben Thakor: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યા છે. રાજ્યમાં દારૂબંધીના (Prohibition) કાયદાનું કડક પાલન થાય અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા દૂષણને ડામવા માટે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાભર પોલીસ મથકે (Bhabhar Police Station) પહોંચ્યા હતા. તેમણે પોલીસ તંત્રને આવેદનપત્ર (Memorandum) પાઠવીને તેમના મત વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દારૂ વેચાણની પ્રવૃતિને તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે.

MP Geniben Thakor: અબાસણા અને ભીમબોરડી ગામની રજૂઆત

સાંસદ ગેનીબેને ખાસ કરીને અબાસણા (Abasana) અને ભીમબોરડી (Bhimbordi) ગામમાં ધમધમતા દારૂના અડ્ડાઓ (Liquor Dens) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ગામોમાં દારૂનું વેચાણ બેફામ બન્યું છે, જેના કારણે સ્થાનિક પરિવારો અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ ચોક્કસ સ્થળો પર દરોડા પાડીને (Raids) કાયમી ધોરણે દેશી-વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવવા તેમણે પોલીસ અધિકારીઓને (Police Officers) ને રજૂઆત કરી છે.

Advertisement

Advertisement

બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીની ચીમકી

આ રજૂઆત દરમિયાન ગેનીબેન ઠાકોરનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો પોલીસ તંત્ર દારૂબંધી કરાવવામાં નિષ્ફળ જશે અથવા જે-તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ (Responsible Officers) બેદરકારી (Negligence) દાખવશે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.  તેમણે સવાલ કર્યો હતો કે જે ગામમાં લોકોએ સાથે મળી સદંતર દારુ બંધ કર્યો હોય તેવા ગામમાં કેવી રીતે દારુની સપ્લાઈ થઈ રહી છે. તેની તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

જનતાનો સહયોગ અને સામાજિક અભિયાન

ગેનીબેન હંમેશા દારૂબંધી જેવા સામાજિક મુદ્દાઓ (Social Issues) પર અવાજ ઉઠાવતા રહ્યા છે. ભાભર પોલીસ મથકે તેમની સાથે મોટી સંખ્યામાં ગ્રામીણો અને મહિલાઓ પણ જોડાઈ હતી. આ રજૂઆત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીને વ્યસનમુક્ત બનાવવાનો અને ગુનાખોરીના ગ્રાફને નીચે લાવવાનો છે. હવે જોવાનું એ રહે છે કે સાંસદની આ રજૂઆત બાદ પોલીસ તંત્ર કેટલું સક્રિય બને છે.

 આ પણ વાંચોઃBanaskantha: શું MP Geniben Thakor ની કારે યુવકને મારી ટક્કર? ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં દાખલ!

Tags :
Advertisement

.

×