Gujarat ATS News: ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા આતંકવાદ વિરોધી એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ, પાટણ અને બનાસકાંઠામાં ATSની ટીમે આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા કુલ 7 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગુજરાત ATSનું મોટું ઓપરેશન
મળતી માહિતી મુજબ, આ ઓપરેશનમાં પાટણ જિલ્લાના ચાટાવાડા, નેદ્રા, હૈદરપરા અને ખડીયાસણ ગામોમાંથી કુલ 5 શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે, જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શકયતા છે. આ સાથે જ, બનાસકાંઠાના કમાલપુરા ગામમાંથી પણ ATSની ટીમે અન્ય 2 લોકોને ઝડપી લીધા છે. સુરક્ષા એજન્સીઓની આ સઘન કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
અગાઉ આટલા આતંકીઓ ઝડપાયા
ગુજરાત ATS ને વધુ એક વખત મોટી સફળતા મળી છે. અગાઉ ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓ માંથી 8 આતંકવાદી પકડાયા હતા જેમાં બનાસકાંઠાના ભાંગાલ ગામ તેમજ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી આંતકવાદી પ્રવૃતી સાથે સંકળાયેલા લોકોને પકડ્યા હતા. પકડાયેલા આતંકીઓ જૈસ એ મહંમદ નામના આતંકી જૂથ સાથે સંકળાયેલ હોવાથી ATS દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે સુરક્ષા દળો હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની પણ સઘન તપાસ કરી રહ્યા છે, જેથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વધુ શખ્સો જલ્દીથી પકડાઈ શકે.
ગુજરાત ATS નો ખુલાસો
ગુજરાત ATS દ્વારા આપવામમાં આવેલ માહિતી મુજબ, હાલમાં તપાસ અને પૂછપરછની ટીમો આખા કેસની કડીઓ જોડવા માટે સાક્ષીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા કરી રહી છે. આ તપાસ એક વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે. તપાસના ભાગરૂપે જે કોઈ વ્યક્તિઓ સાક્ષી તરીકે જરૂરી છે, તેમને જ ATS કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં પણ જરૂરી સાક્ષીઓને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે.
હાલમાં કોઈ નવી અટકાયત નથી
ATS એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હાલની તપાસ માત્ર નિવેદનો નોંધવા અને પુરાવા એકત્રિત કરવા પૂરતી સીમિત છે.આ કેસમાં હાલમાં કોઈની અટકાયત થઈ હોવાની વાત પાયાવિહોણી છે. જે પણ માહિતી સામે આવશે, તે અંગે અધિકૃત માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથના દરબારમાં હર્ષભાઈ સંઘવી, પ્રભુની પૂજા કરી કર્યું ભવ્ય ધ્વજારોહણ