Banaskantha : ડીસા ST ડેપોમાં રૂ.3.67 લાખની ગેરરીતિનો મામલો, કંડક્ટર સહિત ચાર કર્મચારીઓ સસ્પેન્ડ
બનાસકાંઠાના ડીસા એસટી ડેપોમાં સામે આવેલી નાણાકીય ગેરરીતિના મામલાએ પરિવહન વિભાગમાં અનેક સવાલો ઊભા કર્યા છે. મુસાફરોને ટિકિટ આપવા માટે વપરાતાં મશીનોની ફાળવણી અને ઉપયોગ અંગે થયેલા આક્ષેપો બાદ તપાસનો દોર શરૂ થયો હતો. તપાસ આગળ વધતાં મામલો માત્ર એક કંડક્ટર પૂરતો સીમિત રહ્યો નહોતો. આખરે એવું શું સામે આવ્યું કે વિભાગે અધિકારીઓ સહિત ચાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી પડી? આ સમગ્ર પ્રકરણ હવે ચર્ચામાં છે.
Advertisement
Banaskantha ના ડીસા એસટી ડેપોમાં નાણાકીય ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ડીસા ડેપોમાં રૂ.3.67 લાખની કથિત ગેરરીતિ અંગે કંડક્ટર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈ-ટિકિટિંગ મશીનના દુરુપયોગ અંગે અમદાવાદ એસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

