ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 16 km/h ની ઝડપે પવન ફૂંકાશે
Gujarat Rain Alert: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ (Ahmedabad), બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલસાડ અને દમણ સહિત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું છે. 16 km/h ની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
Advertisement
Gujarat Rain Alert: ગુજરાત (Gujarat) માં ચોમાસાની તોફાની ઇનિંગ્સ યથાવત છે ત્યારે હવામાન વિભાગ (Weather Department) દ્વારા તાત્કાલિક નવું નાઉકાસ્ટ એલર્ટ (Nowcast Alert) જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક અત્યંત મહત્વપૂર્ણ અને ભારે વરસાદી માનવામાં આવી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેર સહિત રાજ્યના કુલ 16 જિલ્લાઓમાં મેઘરાજા વિજળીના કડાકા-ભડાકા સાથે તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

