Banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન : "બંધારણનું પાલન ન કરનાર સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાશે"- ગેનીબેન ઠાકોર
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન આજે 4 જાન્યુઆરીના રોજ દિયોદર તાલુકાના ઓગડથળી (ઓગડ) ખાતે યોજાઇ રહ્યું છે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નવા બંધારણની ઔપચારિક જાહેરાત અને અમલીકરણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની અનોખી મૂહિમ 'STUDIO ON WHEELS' ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચ્યું અને મહાસંમેલનનું એક્સક્લુઝિવ કવરેજ કરી લોકોને લાઈવ અપડેટ્સ આપી રહ્યું છે.
ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડાશે
આ બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરીને સમાજમાં વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે 16 જેટલા નવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં પાટણમાં પણ આ બંધારણનું વાંચન અને શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત સમાજના મોટા આગેવાનો હાજર રહીને નવા નિયમોને મંજૂરી આપશે અને સમાજને સંબોધશે.
મહાસંમેલનમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોરનું નિવેદન
January 4, 2026 6:35 pm
"જે સંમેલન મળ્યું તે સમાજના બંધારણ માટે મળ્યું" "17 જેટલા મુદ્દાઓનું બંધારણ બનાવવવામાં આવ્યું" બંધારણના શપથ પણ લેવડાવવામાં આવ્યા "આગામી સમયમાં બંધારણથી ખૂબ આર્થિક ફાયદો થશે"
મહાસંમેલનમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું નિવેદન
January 4, 2026 6:35 pm
"આપણો સમાજ આગળ આવે તે માટે બંધારણનું પાલન કરીશું" પહેલા આપણે વ્યસનોમાં ડૂબેલા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થકી આપણે ખૂબ સુધારો લાવ્યા હજુ ક્યાય આપણે મહેનત કરવાની જરૂર છે બંધારણના 16 નિયમોનું ચુસ્તપાલન કરીશું
મહિલા અગ્રણી જયા ઠાકોરનું નિવેદન
January 4, 2026 6:32 pm
સાંસદ ગેનીબેને પહેલ કરી છે કરીયાવર કે દાગીનામાં ખર્ચો થતો હોય છે બંધારણમાં ઓછા ખર્ચ અને શિક્ષણ પર ભાર મુકાયો છે
લવિંગજી ઠાકોરનું નિવેદન
January 4, 2026 6:32 pm
ઓગડથળીની પવિત્ર જગ્યામાં ઐતિહાસિક મહાસંમેલન ત્રણ જિલ્લાનું ઠાકોર સંમેલન યોજાયુ, સમાજ એકત્ર થયો નાના-મોટા સૌ કોઈ ઉત્સાહભેર આવ્યા છે
સ્વરૂપજી ઠાકોરનું નિવેદન
January 4, 2026 6:32 pm
વર્ષોથી કુરિવાજ અને ખોટા બંધનથી સમાજ ઘેરાયેલો હતો સમાજ સુધારણા કરી નવી પ્રગતિ તરફ જઈ રહ્યો છે નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે તેથી અભિનંદન તમામ સમાજે પ્રગતિ કરે તે માટે આહ્વાન
કેશાજી ઠાકોરનું સંમેલન મુદ્દે નિવેદન
January 4, 2026 5:37 pm
સમયની માગ અનુસાર બદલાવુ જોઈએ એક સમાજ શ્રેષ્ઠ સમાજ સૂત્રને સાકાર કરવુ સામાજિક અને રાજકીય આગેવાનો ભેગા થયા છે બંધારણના અમલીકરણ માટે ઓગડથળી પર સંકલ્પ શિક્ષણ પાછળ ખર્ચ કરી આગળ આવે તે ઉદ્દેશ્ય
January 4, 2026 5:23 pm
Thakor Samaj Maha Sammelan : "બંધારણનું પાલન ન કરનાર સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાશે"
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ફેરફાર
દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન
સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો@GenibenThakor #Gujarat #NorthGujarat #Diyodar… pic.twitter.com/O2x1kjtBMg
પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું નિવેદન
January 4, 2026 4:54 pm
ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ઠાકોર સમાજનો ઓગડ ધામમાં મહાકુંભ છે. અહીં લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે. આ મહાકુંભમાં બંધારણ નક્કી થયુ અને વાચન થયું છે. આવનારા સમયમાં અમે ગામડે-ગામડે જઈશું. આ બંધારણનું લોકો પાલન કરે તેવો પ્રયાસ કરીશું. સદારામબાપાની સાક્ષીએ લોકોએ બંધારણનું સમર્થન કર્યું છે. આવનારા સમયમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઠાકોર સમાજના ઉત્થાન માટે અલ્પેશભાઈ ઠાકોરની મોટી જાહેરાત
January 4, 2026 4:54 pm
અલ્પેશભાઈ ઠાકોરે પોતાના સમાજના ઉત્થાન માટે સદારામ આશ્રમ બનાવવા માટે 11 વીઘા જમીન દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ પહેલા ગેનીબેન ઠાકોરે એક વીઘો જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
નવા નિયમોથી સમાજની 50 ટકા સમસ્યા દુર થઇ જશે
January 4, 2026 3:34 pm
ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે પણ સમાજને ટકોર કરતાં કહ્યું કે, નવા નિયમોથી સમાજની 50 ટકા સમસ્યા દુર થઇ જશે. નિયમો આપણે કડકાઇથી પાળવાના છે. સમાજે ખોટા ખર્ચમાંથી બહાર આવવાનું છે. અલ્પેશ ઠાકોરે મંચ પરથી સમાજને સંબોધન કરતાં જણાવ્યું કે, બંધારણની અમલવારી આપણે કરવી જ છે, સમાજે ખોટા ખર્ચમાંથી બહાર નીકળવું પડશે. ઠાકોર સમાજનું આ બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે.
Alpeshji Thakor નું મોટું એલાન હવે ઠાકોર સમાજમાં બંધારણનો કડક અમલ થશે
January 4, 2026 3:30 pm
Alpeshji Thakor નું મોટું એલાન હવે ઠાકોર સમાજમાં બંધારણનો કડક અમલ થશે
Banaskantha: Alpeshji Thakor નું મોટું એલાન! હવે ઠાકોર સમાજમાં બંધારણનો કડક અમલ થશે @AlpeshThakor_ #AlpeshThakor #ThakorSamaj #Banaskantha #SocialReform #DivorceRules #NewConstitution #GujaratNews #Motivation #Unity #Diyodar pic.twitter.com/5oSHj2qCDO
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ જે બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શિખવું પડશે
January 4, 2026 2:38 pm
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ જે બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શિખવું પડશે ઈર્ષા કરવાથી મેળ નહી પડે. આ બંધારણનું સમાજ તમામ રીતે અમલ કરશે. આ સમાજમાં છુટ્ટાછેડા કરવા હોય તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
Thakor Samaj નું નવું બંધારણ Geniben Thakor એ સમાજના નવા બંધારણ પર શું કહ્યું જુઓ વીડિયો
January 4, 2026 2:37 pm
Thakor Samaj નું નવું બંધારણ Geniben Thakor એ સમાજના નવા બંધારણ પર શું કહ્યું જુઓ વીડિયો
Thakor Samaj નું નવું બંધારણ: Geniben Thakor એ સમાજના નવા બંધારણ પર શું કહ્યું? જુઓ વીડિયો @GenibenThakor #GenibenThakor #ThakorSamaj #NewRules #Education #SocialReform #Diyodar #Banaskantha #GujaratNews #WeddingRules #SamajSudhara pic.twitter.com/tkA0O1zKqU
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
સદારામધામ બનાવવા માટે સમાજના લોકો પાસે 100-100 રૂપિયાનું દાન આપવા અપીલ - સાંસદ ગેનીબેન
January 4, 2026 2:36 pm
20-25 વર્ષના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે હું અહીં તમામ મહાનુભાવોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, સમાજ માટે કરીને આ દીકરીઓ જે નાની-નાની ઉંમરમાં વિધવા થઇ રહીં છે. હું સંસદ સભ્ય હોવા છતાં મેં ઘણી વેતનાઓ સહન કરી છે. જો મને આ વેદનાઓ સહન કરવી પડતી હોય તો આ બહેનોને કેટલી તકલીફ પડતી હશે. હું ખોળો પાથરીને ભીખ માંગુ છું કે, જેમ બધા સમાજો ભેગા થાય છે તેમ આપણો ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં સદારામબાપુના નામે ભેગો થાય તે માટે સદારામ ધામ બનાવવા માટે વિનંતી કરું છું. સદારામધામ બનાવવા માટે સમાજના લોકો પાસે 100-100 રૂપિયાનું દાન આપવા અપીલ
ઓગડધામ બનાવવા માટે ગેનીબેને જમીન આપવાની જાહેરાત કરી
January 4, 2026 2:01 pm
ઓગડધામ બનાવવા માટે ગેનીબેને એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી
મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ-લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી
January 4, 2026 1:59 pm
મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ-લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવુ નહી. સમાજના કોઈપણ સારા- ખોટા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી- અફીણ- ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી.
જન્મ દિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ
January 4, 2026 1:58 pm
જન્મ દિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ કરવામાં આવે છે. જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાયબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે
પૂરગત મુકવાનો પ્રસંગ
January 4, 2026 1:57 pm
પૂરગતમાં વાટલું, કળસિયો, બેડુ અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટ (ગીફટ) પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. આંણાના પ્રસંગમાં કન્યાને તેડવા જવાનો-આંણુ મુકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે. કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે. બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે.
મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં
January 4, 2026 1:56 pm
મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે. તથા મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે.
જમણવારના પ્રસંગમાં જાણો ક્યો નિયમ રહેશે
January 4, 2026 1:53 pm
જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી રાખવાની રહેશે. આનાથી વધારે અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહી.
જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે
January 4, 2026 1:51 pm
લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢમણા જેવી પ્રથાઓ સદંતર બંધ, સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ). બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈપણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો આથી બંધ કરવામાં આવે છે. જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે. જાનમાં શરણાઈ વગાડી શકાશે.
જાનમાં સનરૂફ ગાડીઓ, DJ કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ
January 4, 2026 1:50 pm
જાનમાં સનરૂફ ગાડીઓ, DJ કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. જાન લઈ જવાના પ્રસંગમાં સનરુફ ગાડી લાવવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. જાનમાં 11 (આગિયાર)થી વધારે વાહ લઈ જવા નહી. જાનમાં ગાડીઓની લાઇન લગાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે. જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ 100થી વધુ વ્યકિતની સંખ્યાથી વધારે વ્યકિત બિલકુલ લઈ જવી નહીં. વ્યકિતીની સંખ્યામાં 10 વર્ષથી ઉપરનો બાળક વ્યક્તિ ગણાશે. જાનનો વરઘોડો-મામેરું કે જાનમાં ડીજે લઈ જવુ નહી.
લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી. સાદુ કાર્ડ રાખવુ હોય તો રાખી શકાય
January 4, 2026 1:48 pm
લગ્નપ્રસંગો માટે વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ 1 થી 15) નક્કી કરાયા છે. લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી. સાદુ કાર્ડ રાખવુ હોય તો રાખી શકાય. મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે. ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી. નારાજગી રાખવી નહી
સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે
January 4, 2026 1:47 pm
સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે. ગેનીબેને જણાવ્યું કે, સગાઈમાં પુરુષ અને મહિલા મળી 21 વ્યક્તિએ જવું. તેનાથી વધારે વ્યકિતઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહી. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે. એક જોડી કપડાં લઈ જવા. જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા જવાની) પ્રથાને બંધ કરવી.
દોઢ બે લાખ લોકોની લેખિત મંજૂરીથી આ બંધારણ અમલમાં આવ્યું
January 4, 2026 1:46 pm
ગેનીબેન ઠાકોરનું બંધારણ પ્રવચન શરૂ થતા તેમણે જણાવ્યું કે દરેક તાલુકા-જિલ્લા અને ગામવાઇઝ મીંટીગો થઇ. દોઢ બે લાખ લોકોની લેખિત મંજૂરીથી આ બંધારણ અમલમાં આવ્યું. હું માત્ર નિમિત્તરૂપે આને વાંચુ છું. આ તો સર્વે સમાજના લોકો અને ઓગઢબાપુના આશિર્વાદથી થયું.
સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું
January 4, 2026 1:15 pm
દિયોદરના ઓગડધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે. તથા ચંદનજીએ કહ્યું- બે પાર્ટીને જતું કરજો પણ બંધારણ ના તોડતા
હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે - અમરતજી ઠાકોર, MLA કાંકરેજ
January 4, 2026 1:14 pm
આજનો આ દિવસ એક ઔતિહાસિક દિવસ છે. આજે ઇતિહાસના પાનાં લખાશે. એક વિનંતી કરું છે કે, આ બંધારણનો અમલ આજથી જ શરૂ કરો. નક્કી કરો કે હું પહેલાં મારા ઘરમાં આનો અમલ કરીશ અને પછી પાડોશીને કહેવા જઇશ. હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે. ઠાકોર સમાજમાં 100 ટકા શિક્ષણનો પ્યાલો પીવાશે ત્યારે, મારા સમાજનો દરેક દીકરો ધંધા-રોજગાર સાથે જોડાયેલો રહેશે.
કુરિવાજો દૂર થશે, ઠાકોર સમાજના 16 નવા નિયમો
January 4, 2026 1:05 pm
કુરિવાજો દૂર થશે, ઠાકોર સમાજના 16 નવા નિયમો
કુરિવાજો દૂર થશે, ઠાકોર સમાજના 16 નવા નિયમો | Gujarat First#Banaskantha #Diyodar #StudioOnWheels #ThakorSamaj #ThakorMahasammelan #CommunityReforms #SocialTransformation #NorthGujarat #Banaskantha #GujaratFirst pic.twitter.com/31h2Q8BO1y
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
ગેનીબેન ઠાકોરનું મોટું એલાન હવે સમાજમાં ખોટા ખર્ચા બંધ અને શિક્ષણ પર ધ્યાન
January 4, 2026 1:05 pm
ઠાકોર સમાજના નવા 16 નિયમો જાહેર: લગ્ન, ડીજે અને પ્રેમ લગ્ન પર મોટો નિર્ણય હવે લગ્નમાં DJ નહીં વાગે અને પ્રેમ લગ્ન કરનારને સમાજમાં સ્થાન નહીં?
ઠાકોર સમાજના નવા 16 નિયમો જાહેર: લગ્ન, ડીજે અને પ્રેમ લગ્ન પર મોટો નિર્ણય!
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
હવે લગ્નમાં DJ નહીં વાગે અને પ્રેમ લગ્ન કરનારને સમાજમાં સ્થાન નહીં? જુઓ મોટા સમાચાર
ગેનીબેન ઠાકોરનું મોટું એલાન: 'હવે સમાજમાં ખોટા ખર્ચા બંધ અને શિક્ષણ પર ધ્યાન'@GenibenThakor #ThakorSamaj #NewRules… pic.twitter.com/R5vMfpaUFa
દેખાદેખી બંધ થાય અને સમાજમાં સમરસતા આવે
January 4, 2026 1:04 pm
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે. દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન છે. જેમાં સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી સાથે સાંસદ ગેનીબેનનું નિવેદન આવ્યું સામે
"દેખાદેખી બંધ થાય અને સમાજમાં સમરસતા આવે"
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં થશે ધરમૂળથી ફેરફાર
દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન
સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી
સાંસદ ગેનીબેનનું નિવેદન આવ્યું સામે#Banaskantha #GenibenThakor #ThakorSamaj… pic.twitter.com/f0afamjGG1
બનાસકાંઠામાં ગેનીબેને ઠાકોર બંધારણ લઈને સભા સ્થળે પહોંચ્યા
January 4, 2026 1:02 pm
બનાસકાંઠામાં ગેનીબેને ઠાકોર બંધારણ લઈને સભા સ્થળે પહોંચ્યા છે. 26 વર્ષ બાદ ઠાકોર સમાજનું બંધારણ ઘડાઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો સભામાં પહોંચ્યા છે.
ઠાકોર સમાજનું મહાસંમેલન સમાજ સુધારાની મોટી પહેલ
January 4, 2026 12:04 pm
ઠાકોર સમાજનું મહાસંમેલન સમાજ સુધારાની મોટી પહેલ
Thakor Community Mahasammelan | ઠાકોર સમાજનું મહાસંમેલન સમાજ સુધારાની મોટી પહેલ | Gujarat First #Gujarat #Banaskantha #ThakorMahasammelan #ThakorSamaj #BigDecision #SocialReform #CommunityUpdate #GroundReport #GujaratFirst@GenibenThakor pic.twitter.com/37q85hXAeM
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
Banaskanthaમાં ઠાકોર સમાજનું મહાસંમેલન થયું શરુ
January 4, 2026 12:04 pm
Banaskanthaમાં ઠાકોર સમાજનું મહાસંમેલન થયું શરુ
બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન
January 4, 2026 8:12 am
બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન
Thakor Community Mahasammelan | ઠાકોર સમાજનું મહાસંમેલન સમાજ સુધારાની મોટી પહેલ | Gujarat First https://t.co/QyqShdBGCo
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
સંમેલનમાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ પહોંચશે
January 4, 2026 8:12 am
આ નિયમોનો હેતુ સમાજમાં વધતા અતિશય ખર્ચને રોકવો, આર્થિક બોજ ઘટાડવો અને યુવાનોને શિક્ષણ તરફ વાળવાનો છે. સમાજના આગેવાનોના મતે, આ પરિવર્તનથી ઠાકોર સમાજ વધુ એકજૂટ અને પ્રગતિશીલ બનશે.આ સંમેલનમાં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પણ પહોંચીને આ ઐતિહાસિક ક્ષણને કવર કરશે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે આ એક મોટો વળાંક સાબિત થશે, જેમાં જૂની કુરિવાજોને છોડીને નવા યુગની શરૂઆત થશે.
ઠાકોર સમાજના નવા બંધારણના મુખ્ય નિયમો
January 4, 2026 8:12 am
સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર, એક જોડી કપડાં જ આપી શકાશે. લગ્નપ્રસંગો માટે વર્ષમાં માત્ર બે માસ નક્કી કરાયા. મહા અને વૈશાખ સુદ 1 થી 15 સુધીના બે માસ લગ્ન માટે નક્કી કરાયા. લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રહેશે. જાનમાં 10 વર્ષથી ઉપરનાં બાળકો પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે. જાનમાં સનરૂફ કાર, DJ કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. લગ્ન પ્રસંગમાં માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢમણા જેવી પ્રથાઓ સદંતર બંધ. જમણવારમાં મેનુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય. મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે રોકડ ઓઢામણું. 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે. મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાઈ. જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવું. મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં. કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ.
ઠાકોર સમાજના આકરા નિર્ણયોની અંદરની વાત
January 4, 2026 8:12 am
સમાજના આગેવાનોના મતે, આ નિયમો દ્વારા અતિશય ખર્ચ, DJ સહિતની ભભકાદાર વસ્તુઓ બેન અને નશાની આદતોને રોકીને સમાજને આર્થિક અને નૈતિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ છે. આ સાથે શિક્ષણ અને સામાજિક એકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઠાકોર સમાજના નવા બંધારણના મુખ્ય નિયમોનવા બંધારણમાં લગ્ન, સગાઈ, જમણવાર, મામેરું, જન્મદિવસ અને નશા જેવા મુદ્દાઓ પર કડક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડાશે
January 4, 2026 8:12 am
આ બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરીને સમાજમાં વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે 16 જેટલા નવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં પાટણમાં પણ આ બંધારણનું વાંચન અને શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત સમાજના મોટા આગેવાનો હાજર રહીને નવા નિયમોને મંજૂરી આપશે અને સમાજને સંબોધશે.
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન
January 4, 2026 8:10 am
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન આજે 4 જાન્યુઆરીના રોજ દિયોદર તાલુકાના ઓગડથળી (ઓગડ) ખાતે યોજાશે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નવા બંધારણની ઔપચારિક જાહેરાત અને અમલીકરણનો સંકલ્પ લેવામાં આવશે. ત્યારે ગુજરાત ફર્સ્ટની અનોખી મૂહિમ 'STUDIO ON WHEELS' ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચશે અને મહાસંમેલનનું એક્સક્લુઝિવ કવરેજ કરી લોકોને લાઈવ અપડેટ્સ આપશે.


