જગદીશભાઇ વિશ્વકર્માએ Ambaji માં ચઢાવી ધજા, ચડોતરના ‘કમલમ’ ખાતે જીતને વધાવી
- ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માએ કર્યા Ambaji ના દર્શન
- ચૂંટણીમાં જીત બાદ 'બનાસ વિજયોત્સવ' માટે નેતાઓ અંબાજીમાં
- મંત્રી પ્રવીણભાઈ માળીએ મા અંબાના કર્યા દર્શન અને પૂજા
- જગદીશભાઈએ શિખર પર ભક્તિભાવપૂર્વક ધજારોહણ કર્યુ
- પાલનપુરના ચડોતર 'કમલમ' ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ
- ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ
- વિજયી ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારોનું કરાયું સન્માન
Jagdishbhai Vishwakarma Ambaji Temple Visit: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વિજયોત્સવનો માહોલ જામ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે ખાસ 'બનાસ વિજયોત્સવ' (Banas Vijayotsav) માં સહભાગી થવા માટે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખે પોતાના પ્રવાસની શરૂઆત આદ્યશક્તિ પીઠ અંબાજી (Ambaji) ખાતે દર્શન અને પૂજા-અર્ચના સાથે કરી હતી.
મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી લોકોની સુખાકારી માટે પ્રાર્થના
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને મળેલી જંગી સફળતા બાદ જગદીશભાઇ વિશ્વકર્માએ મા અંબાના આશીર્વાદ લીધા હતા. તેમણે મંદિરના શિખર પર પૂરી શ્રદ્ધા સાથે ધજારોહણ (Flag Hoisting) કર્યું હતું અને ભટ્ટજી મહારાજ (Bhattji Maharaj) ના આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેમની સાથે મંત્રી પ્રવીણભાઈ માળી (Pravinmali) પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મા અંબાની વિશેષ પૂજા કરી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Temple Trust) દ્વારા પ્રદેશ પ્રમુખનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન બાદ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી છે.
Banaskantha : BJP પ્રદેશ પ્રમુખ Jagdishbhai Vishwakarma એ કર્યા અંબાજીના દર્શન । Gujarat First
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીના ચરણોમાં જગદીશભાઈએ ઝૂકાવ્યું શીશ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કર્યા મા અંબાના દર્શન
ચૂંટણીમાં જીત બાદ 'બનાસ… pic.twitter.com/BRrJ12pVFV— Gujarat First (@GujaratFirst) April 30, 2026
ચડોતર 'કમલમ' ખાતે વિજયી ઉમેદવારોનું સન્માન
અંબાજીમાં દર્શન કર્યા બાદ વિજયોત્સવનો દોર પાલનપુર (Palanpur) નજીક આવેલા ચડોતર (Chadotar) સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ' (Kamalam) ખાતે પહોંચ્યો હતો. અહીં જિલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં મળેલી જંગી જીતને કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તમામ વિજયી ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Palanpur: પાલનપુરના ચડોતર 'કમલમ' ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ
જિલ્લામાં ભાજપની જંગી જીતને વધાવવા કાર્યકરોમાં ઉત્સાહ
વિજયી ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારોનું કરાયું સન્માન
ચડોતર કમલમ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મનાવાઈ ખુશી… pic.twitter.com/UWYY1nTl43— Gujarat First (@GujaratFirst) April 30, 2026
ફટાકડાના ગુંજારવ સાથે વિજયોત્સવની ઉજવણી
ચડોતર કમલમ ખાતે વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ ફટાકડા ફોડીને અને સૂત્રોચ્ચાર કરીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકરોની મહેનતને બિરદાવતા કહ્યું કે આ જીત જનતાના ભરોસા અને કાર્યકરોની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે. બનાસકાંઠામાં ભાજપના આ ભવ્ય વિજયોત્સવે આવનારી ચૂંટણીઓ માટે પણ કાર્યકરોમાં નવો જોમ પૂર્યો છે.
આ પણ વાંચો: જગદીશભાઈના બનાસકાંઠા પ્રવાસથી વિરોધીઓમાં ફફડાટ! ચડોતરમાં ગુંજશે ભાજપનો નાદ


