MLA Jignesh Mevani સામે FIR નોંધવાની અરજીથી ખળભળાટ, ટિકિટ માટે 4 લાખ લીધાનો આક્ષેપ
MLA Jignesh Mevani: બનાસકાંઠાના પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે FIR નોંધવાની માગ સાથે યાકુબ શેરશિયાએ અરજી કરી છે. અરજદારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મામલે રૂ.25 લાખની માંગ બાદ રૂ.14 લાખમાં સોદો થયાનો અને રૂ.4 લાખ પાલનપુર સર્કિટ હાઉસમાં આપ્યાનો આક્ષેપ કર્યો છે. બે વર્ષથી રૂ.4 લાખ પરત ન આપ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
Advertisement
MLA Jignesh Mevani: બનાસકાંઠામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણઈ (MLA Jignesh Mevani) સામે FIR નોંધવાની માગ સાથે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. ટોકરીયાના પૂર્વ સરપંચ યાકુબ શેરશિયા (Yakub Shershiya) એ આ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. અરજીમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા છેલ્લા બે વર્ષથી રૂ.4 લાખ પરત ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

