Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં કુદરતની મહેર, ડેમના દરવાજાના સમારકામે સૂકી ઓઝત નદીને કરી જીવંત

જૂનાગઢમાં ઓઝત ડેમના 25 દરવાજાના રિપેરિંગ માટે પાણી છોડાતા સૂકી નદી જીવંત બની છે. 19 દરવાજાના બુશિંગ બદલવા અને 6 દરવાજાની ટેકનિકલ ખામી દૂર કરવા આ કામગીરી હાથ ધરાઈ છે. આ નવા પાણીથી બામણાસા ઘેડ પંથકના ખેડૂતોમાં આનંદ ફેલાયો છે, કારણ કે તેઓ હવે ઉનાળુ પાક માટે સિંચાઈ કરી શકશે.
junagadh માં કુદરતની મહેર  ડેમના દરવાજાના સમારકામે સૂકી ઓઝત નદીને કરી જીવંત
Advertisement
  • Junagadh માં ભર ઉનાળે ઓઝત નદીમાં નવા પાણી આવ્યા
  • ઓઝત ડેમના દરવાજાના રિપેરિંગ માટે પાણી છોડાયું
  • પ્રથમ વખત ડેમના 25 દરવાજાનું કામ શરૂ કરાયું

Junagadh Ozat River: જૂનાગઢ જિલ્લાની જીવાદોરી સમાન ઓઝત નદીમાં ભર ઉનાળે નવા પાણીની આવક થતાં આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં છલકાતી આ નદીમાં અત્યારે પાણી જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. હકીકતમાં ઓઝત ડેમના દરવાજાના સમારકામ (Gate Repairing) માટે જળાશયમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયાને કારણે નદીમાં ધીમી ગતિએ પાણી વહેતું થયું છે, જેના પરિણામે મહિનાઓથી કોરીધાકોર પડેલી સૂકી નદી (Dry River) ફરી એકવાર જીવંત બની છે.

25 દરવાજા પર યુદ્ધના ધોરણે કામગીરી

ડેમ મેનેજમેન્ટ દ્વારા પ્રથમ વખત એકસાથે ૨૫ દરવાજાઓનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત 19 દરવાજાઓમાં રહેલા જૂના અને ઘસાઈ ગયેલા રબરના બુશિંગ બદલીને નવા નાખવામાં આવશે. ઉપરાંત 6 દરવાજા એવા હતા જે ટેકનિકલ ખામીને કારણે યોગ્ય રીતે ખૂલતા કે બંધ થતા નહોતા, તેની પણ મરામત (Maintenance) હાથ ધરવામાં આવી છે. આગામી ચોમાસામાં જળસંગ્રહમાં કોઈ મુશ્કેલી ન પડે અને પૂરની સ્થિતિમાં દરવાજા સરળતાથી ખોલી શકાય તે હેતુથી આ માળખાગત સુધારા કરવામાં આવી રહ્યા છે.

Advertisement

ખેડૂતોમાં હરખની હેલી

નદીમાં પાણી આવતાની સાથે જ બામણાસા ઘેડ પંથકના (Bamanasa Ghed Region) ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છવાયો છે. ઉનાળાના આકરા તાપમાં જ્યારે ભૂગર્ભ જળ સ્તર નીચે જઈ રહ્યા હતા, ત્યારે નદીમાં વહેતા થયેલા આ પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. ખેડૂતો હવે આ પાણીનો ઉપયોગ પોતાના ઉનાળુ પાક (Summer Crops) માટે સિંચાઈ તરીકે કરી શકશે. સિંચાઈની સુવિધા (Irrigation Facility) ઉપલબ્ધ થતાં પાક બચી જવાની આશા જાગી છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રના આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ Junagadh: કેશોદમાં બે જૂથો એકબીજા પર ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યા, 5 લોકો લોહીલુહાણ

Tags :
Advertisement

.

×