'કિંજલ જાતે કારમાં બેઠી હતી'
વકીલ હીનાબેન ઠક્કરે વધુમાં જણાવ્યું કે કિંજલ રબારી પોતાની મરજીથી અશોક ચૌધરી પાસે ગઈ હતી. તેમના જણાવ્યા પ્રમાણે કિંજલે જાતે જ કારનો દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ કારમાં બેઠી હતી.
Advertisement ![Navratri Banner]()
'અશોક ચૌધરી સાથેના લગ્ન કાયદેસર'
કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન અંગે પણ વકીલે મહત્વની વાત કરી છે. હીનાબેન ઠક્કરના જણાવ્યા મુજબ, કિંજલના અશોક ચૌધરી સાથેના લગ્ન કાયદેસર છે અને હાલ પણ ચાલુ છે. આ મામલે રાધનપુરની નામદાર કોર્ટમાં લગ્ન સંબંધિત કેસ પેન્ડિંગ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
રબારી સમાજના યુવક સાથેના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા
વકીલ હીનાબેન ઠક્કરે કિંજલ રબારીના અગાઉના લગ્ન અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે રબારી સમાજના યુવક સાથે કિંજલના લગ્ન ગેરકાયદેસર છે. લગ્નના કાયદેસર દરજ્જા અંગેનો મામલો હાલમાં કોર્ટમાં પેન્ડિંગ હોવાથી સમગ્ર મુદ્દો કાનૂની પ્રક્રિયા હેઠળ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનરને કિંજલે પત્ર લખ્યો
હીનાબેન ઠક્કરના જણાવ્યા મુજબ, કિંજલ રબારીએ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને જાણ પણ કરી છે. આ પત્રમાં કિંજલે પોતાની સ્થિતિ અંગે પોલીસને માહિતગાર કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, લગ્ન અને કથિત અપહરણને લઈને અલગ-અલગ દાવાઓ વચ્ચે હવે વકીલની આ સ્પષ્ટતા બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
કાયદેસર સ્થિતિ અંગે કોર્ટના નિર્ણય પર નજર
કિંજલ રબારીના લગ્ન અંગેનો કેસ રાધનપુર કોર્ટમાં પેન્ડિંગ હોવાથી અંતિમ કાનૂની સ્થિતિ કોર્ટના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે. હાલ વકીલ તરફથી કરવામાં આવેલા દાવા મુજબ અશોક ચૌધરી સાથેના લગ્ન કાયદેસર અને ચાલુ છે, જ્યારે રબારી સમાજના યુવક સાથેના લગ્નને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચોઃ ફિલ્મ જોવા ગયેલી Kinjal Rabari એ તબિયત સારી ન હોવાનું કાઢ્યું હતુ બહાનું! પોલીસે આપ્યું નિવેદન
આ પણ વાંચોઃ "જે છોકરી તેના મા-બાપની ના થાય એ...", Kinjal Rabari મામલે નાગજીભાઈ દેસાઈનું મોટું નિવેદન