Kon Banse Gujarat no Genius E-8 : ખાખી વર્દી સાથે GPSCનું સપનું સેવતા બનાસકાંઠાના કોન્સ્ટેબલ કમલેશ ચૌધરી હોટ સીટ પર
Kon Banse Gujarat no Genius: બનાસકાંઠાના કમલેશ ચૌધરી (Kamlesh Choudhary) એ મહેનત અને લગન થકી 'કોણ બનશે ગુજરાતના જીનિયસ' શોના પ્રથમ તબક્કા 'ડિજિટલ દંગલ'માં સફળતા મેળવી છે. કચ્છના ભુજ ખાતે ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કમલેશ ચૌધરીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
Advertisement
Kon Banse Gujarat no Genius: ગુજરાતના સૌથી લોકપ્રિય અને અગ્રણી ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રાજ્યભરની અનોખી પ્રતિભાઓને મંચ પૂરું પાડતો ભવ્ય મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’ (Kon Banse Gujarat no Genius - KBGG) દર્શકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે. જ્ઞાન, બુદ્ધિ, અદભુત સ્કિલ, ઝડપ અને આત્મવિશ્વાસની કસોટી કરાવતા આ ભવ્ય પ્લેટફોર્મ પર રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા તેજસ્વી સ્પર્ધકો વચ્ચે બૌદ્ધિક પ્રશ્નોત્તરીનો રોમાંચક મુકાબલો જામ્યો છે. આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt, Channel Head) કરી રહ્યા છે, જેઓ પોતાના ઊંડાણપૂર્વકના જ્ઞાન, પ્રભાવશાળી શૈલી અને સચોટ પ્રશ્નો થકી શોને દર્શકો માટે માહિતીસભર બનાવી રહ્યા છે.
ત્યારે બનાસકાઠાના યુવાન કમલેશ ચૌધરી (Kamlesh Choudhary) એ પોતાના દ્રઢ મનોબળ, ઈશ્વરીય શ્રદ્ધા અને માતા-પિતાના આશીર્વાદના સહારે રોહન રાણાએ રાજ્ય કક્ષાની પ્રતિષ્ઠિત ક્વિઝ સ્પર્ધા 'કોણ બનશે ગુજરાતના જીનિયસ' (Kon Banse Gujarat no Genius- KBGG)ના મેગા ક્વિઝ શો સુધી પહોંચવામાં શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે. તેમને કુલ 15 માંથી 15 સવાલોના સાચા જવાબ આપી ઇતિહાસ સર્જી દીધો હતો.
કેબિનેટ મંત્રી અને DCP ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
આ ખાસ એપિસોડ-8માં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી (Cabinet Minister Jitubhai Vaghani) તેમજ ડીસીપી ભરત રાઠોડ (DCP Bharat Rathod) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સ્પર્ધકો સાથે સીધો સંવાદ સાધીને તેમની પ્રતિભા અને પરિશ્રમને બિરદાવ્યા હતા. સ્પર્ધાના મંચ પરથી બોલતાં અતિથિઓએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોમાં રહેલી અખૂટ શક્તિને બહાર લાવવા માટે આ પ્રકારના શો એક ઉત્તમ માધ્યમ સાબિત થઈ રહ્યા છે.
પ્રથમ પ્રયાસે 'ડિજિટલ દંગલ' રાઉન્ડ પાર કર્યો
કચ્છના ભુજ ખાતે ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કમલેશ ચૌધરીને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પરથી 'કોણ બનશે ગુજરાતના જીનિયસ' (KBGG) સ્પર્ધા અંગે માહિતી મળી હતી. જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતા ચકાસતી આ સ્પર્ધામાં તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોતાની બુદ્ધિપ્રતિભા અને સામાન્ય જ્ઞાન (General Knowledge)ના બળે તેમણે પ્રથમ પ્રયાસમાં જ 'ડિજિટલ દંગલ' (Digital Dangal) રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી મેગા ક્વિઝ શો (Mega Quiz Show) માટે પસંદગી મેળવી લીધી છે. આ સિદ્ધિથી સમગ્ર બનાસકાંઠા પંથક, ચૌધરી પરિવાર અને મિત્રવર્તુળમાં અત્યંત હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
સરાલ ગામથી હોટ સીટ સુધી: કમલેશ ચૌધરીની સંઘર્ષગાથા
જ્યાં પરિવારનો સાથ હોય ત્યાં સપનાંને નવી પાંખો મળે છે, અને જ્યાં મહેનત કરવાની લગન હોય ત્યાં મંજિલ પણ હસતા મુખે સ્વાગત કરે છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડાના સરાલ ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા કમલેશ ચૌધરી (Kamlesh Choudhary) આજે આ પ્રતિષ્ઠિત મંચ પર પહોંચ્યા છે. હાલ તેઓ કચ્છના ભુજ ખાતે ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ખાખી વર્દીની કઠિન નોકરી વચ્ચે પણ તેમનું મુખ્ય ધ્યેય GPSC (Gujarat Public Service Commission) ની વર્ગ 1-2 પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવાનું છે. તેઓ પોતાની વ્યસ્ત ડ્યુટીમાંથી સમય કાઢીને સતત પુસ્તકો સાથે જોડાયેલા રહે છે.
18 સભ્યોનું સંયુક્ત કુટુંબ: સંસ્કાર અને શ્રદ્ધાની તાકાત
કમલેશભાઈની સૌથી મોટી તાકાત તેમનું વિરાટ પરિવાર છે. ગામમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું 4 ભાઈઓનું સંયુક્ત કુટુંબ, જે 'તરક ચેલાભાઈ કાજાભાઈ પરિવાર' તરીકે ઓળખાય છે, તેમાં 18 જેટલા સભ્યો એક જ છત નીચે સંપ અને પ્રેમથી રહે છે. વડીલોના આશીર્વાદ અને પૂર્વજોના સંસ્કારોને પોતાનું સૌથી મોટું સંબળ માનતા કમલેશભાઈ પોતાના મૂળને વળગી રહીને આગળ વધી રહ્યા છે.
સોશિયલ મીડિયાથી મળી માહિતી અને સિલેક્શન
સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી તેમને ગુજરાત ફર્સ્ટના આ મેગા શો અંગે માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમણે રજિસ્ટ્રેશન કરાવી પ્રથમ રાઉન્ડની સ્ક્રીનિંગ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી હતી, જેના પગલે તેમની પસંદગી KBGG ના મુખ્ય મંચ માટે થઈ હતી. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવીને પોલીસ કોન્સ્ટેબલ બનેલા કમલેશ ચૌધરી હવે જ્ઞાનના આ મહામંચ પર ગુજરાતના જીનિયસ બનવા માટે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સજ્જ જોવા મળી રહ્યા છે.

