Tharad ની કૃષિ મહાવિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ, કૃષિ ક્ષેત્રની તકો અંગે સમજ અપાઈ
થરાદ (Tharad) સ્થિત કૃષિ મહાવિદ્યાલય ખાતે કુડા ગામની આદર્શ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જેમાં ધોરણ 10 અને 11 ના 30 વિદ્યાર્થીઓએ કૃષિ સંશોધન, પ્રયોગશાળાઓ અને આધુનિક ખેતી પદ્ધતિઓનું પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. નિષ્ણાતો દ્વારા કૃષિ શિક્ષણ અને રોજગારની તકો વિશે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
Advertisement
- Tharad: વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાનના આધુનિક પ્રયોગો નિહાળ્યા
- થરાદ કૃષિ કોલેજમાં શૈક્ષણિક માહોલ સર્જાયો
- કુડા ગામના તેજસ્વી છાત્રોએ કૃષિ ક્ષેત્રની મુલાકાત લીધી
Tharad: થરાદ ખાતે આવેલ કૃષિ મહાવિદ્યાલય (College of Agriculture), જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ( SDAU) હેઠળ કાર્યરત છે, ત્યાં આજે એક પ્રેરણાદાયક શૈક્ષણિક માહોલ જોવા મળ્યો હતો. કુડા (Kuda) ગામની શ્રી કે.એસ.ઝાલા આદર્શ હાઈસ્કુલ (Shree K.S. Zala Adarsh High School) ના વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાનના પ્રાયોગિક જ્ઞાન માટે આ મહાવિદ્યાલયની વિશેષ મુલાકાત લીધી હતી.

