Local Body Elections: કોંગ્રેસમાં ભડકો: પાલનપુર શહેર પ્રમુખની વરણી મુદ્દે કાર્યકરોમાં ભારે રોષ
Congress Internal Conflict: પાલનપુર (Palanpur) શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૌશલ પટેલ (Kaushal Patel) ની વરણી થતા સ્થાનિક સંગઠનમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પૂર્વ પ્રમુખ અને 70 સભ્યોએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ પર મનસ્વી વહીવટનો આરોપ લગાવી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ચૂંટણી પહેલા આ ભડકો પક્ષ માટે મુશ્કેલી સર્જી શકે છે.
Advertisement
- Local Body Elections પહેલા કોંગ્રેસમાં ભડકો
- પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ,પૂર્વ પ્રમુખ અને મંત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ
- સાંસદ ગેનીબેન,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ પર સીધા આરોપો
- કૌશલ પટેલની શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂકને લઈ વિરોધ
- પાર્ટીના સભ્ય ન હોવા છતાં નિમણૂક કરતા વિરોધ
- 70 સભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ કર્યો વિરોધ
Local Body Elections : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટું ભંગાણ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખની તાજેતરની વરણીને લઈને પક્ષના પાયાના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે શહેર કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારોએ જાહેરમાં આવીને પક્ષના વરિષ્ઠ નેતાઓ સામે મોરચો માંડ્યો છે.

