Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Congress માં ભડકો, જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ સાથે દિનેશ પરમારના આકરા પ્રહાર

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની કારમી હાર બાદ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે હાર માટે સીધો જવાબદાર જીગ્નેશ મેવાણીને ગણાવી તેમના રાજીનામાની માંગ કરી છે. ટિકિટ વહેંચણીમાં પક્ષને હરાવવાનું કાવતરું રચાયું હોવાના ગંભીર આક્ષેપો સાથે 2027 ની ચૂંટણી પહેલા પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
banaskantha congress માં ભડકો  જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ સાથે દિનેશ પરમારના આકરા પ્રહાર
Advertisement
  • Banaskantha Congress માં ભડકો
  • જીગ્નેશ મેવાણી રાજીનામું આપેઃ દિનેશ પરમાર
  • ચૂંટણીમાં હાર બાદ વડગામ કોંગ્રેસમાં આંતરકલહ
  • જીગ્નેશ મેવાણી પર હારનું કાવતરું ઘડવાનો આરોપ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લા Congress માં ચૂંટણીના પરિણામો બાદ મોટો વિવાદ સર્જાયો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે હાર માટે સીધો આક્ષેપ જીગ્નેશ મેવાણી પર લગાવ્યો છે. તેમણે મેવાણીને હાર માટે મુખ્ય જવાબદાર ગણાવ્યા છે. અગાઉ પ્રદેશ સંગઠન (State Organization) સમક્ષ રજૂઆત કરી હોવા છતાં ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ટિકિટ વહેંચણી (Ticket Distribution) પ્રક્રિયામાં કોંગ્રેસને જાણીજોઈને હરાવવાનું મોટું કાવતરું (Conspiracy) રચવામાં આવ્યું હોવાની વાત તેમણે કરી છે. આ હાર પાછળ માત્ર ને માત્ર જીગ્નેશ મેવાણીની રણનીતિ કામ કરી ગઈ છે.

Banaskantha Congress_Jignesh Mevani_Gujarat 0

Advertisement

વડગામમાં કોંગ્રેસનો રકાસ (Congress Defeat in Vadgam)

વડગામ (Vadgam) વિસ્તારમાં અનુસૂચિત જાતિ (Scheduled Caste) ની અનામત પાંચેય બેઠકો પર કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હવે પ્રજાનો જનાદેશ (Mandate) ગુમાવી બેઠા છે. અત્યાર સુધી બનાસકાંઠાની જનતા હંમેશા કોંગ્રેસ પક્ષ (Congress Party) ની સાથે રહી છે. આ જ કારણથી અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને પ્રજા પક્ષથી વિમુખ થઈ રહી છે. દિનેશ પરમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મેવાણીએ હવે નૈતિકતાના આધારે તાત્કાલિક રાજીનામું (Resignation) આપી દેવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો----- Rajkot Election Violence: ચૂંટણી પરિણામ બાદ લોહિયાળ જંગ, સોશિયલ મીડિયા વિવાદમાં છરીબાજી

ચેલા-ચપાટાને ટિકિટની લ્હાણીનો આરોપ

ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે કે 2027 ના ટેસ્ટમાં લોકોએ જીગ્નેશ મેવાણીને સંપૂર્ણ રીતે નકાર્યા (Rejected) છે. દિલ્હી (Delhi) અને પ્રદેશ સંગઠને આ ગંભીર બાબતની નોંધ લેવી ખૂબ જરૂરી છે. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાના માનીતા અને ચેલા-ચપાટા (Syndicate) ને ટિકિટ આપીને કોંગ્રેસને હરાવવાનું કામ થયું છે. લાયક ઉમેદવારોના બદલે મનસ્વી રીતે ટિકિટ વહેંચીને પક્ષના પાયા નબળા કર્યા છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ પક્ષના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.

વડગામને બચાવવાની ભાવુક અપીલ

દિનેશ પરમારે કોંગ્રેસના હાઈકમાન્ડ (High Command) અને મોવડી મંડળને ખાસ વિનંતી કરી છે. આગામી સમયમાં વડગામ મતવિસ્તારને બચાવી લેવા માટે નક્કર પગલાં લેવા અનિવાર્ય છે. જો સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે દિલ્હી દરબાર આ વિવાદ પર કેવા પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. કોંગ્રેસની આ આંતરિક લડાઈ (Internal Conflict) હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો----- Morbi Furniture Shop Fire: ફર્નિચરની આખી દુકાન આગની લપેટમાં, મોટું આર્થિક નુકસાન


Tags :
Advertisement

.

×