Banaskantha News: 8 વર્ષની નિક્ષાએ એવરેસ્ટ પર રચ્યો ઈતિહાસ, 17,598 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો
Niksha Barot Everest : "ગુજરાતની દીકરીઓ માટે કંઈ જ અશક્ય નથી" આ વાક્યને બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની (Palanpur) એક નાની દીકરીએ વૈશ્વિક સ્તરે સાબિત કરી બતાવ્યું છે. પાલનપુરની માત્ર 8 વર્ષની નાની વય ધરાવતી નિક્ષા બારોટે (Niksha Barot) વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ (Everest Base Camp) પર સફળતાપૂર્વક ચઢાણ કરીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. સામાન્ય રીતે જે ઊંચાઈએ પહોંચતા મોટા-મોટા પર્વતારોહકોના શ્વાસ ફૂલી જતા હોય છે, ત્યાં આ આઠ વર્ષની બાળકીએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે.
માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર
સામાન્ય રીતે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે ટ્રેકર્સને ઘણા દિવસોનો સમય લાગતો હોય છે અને કઠિન વાતાવરણ સામે ઝઝૂમવું પડે છે. પરંતુ નિક્ષા બારોટે (Niksha Barot) પોતાની અદભુત શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળના જોરે આ અત્યંત જોખમી અને મુશ્કેલ ગણાતો ટ્રેક માત્ર 7 દિવસની અંદર જ પૂરો કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. માઈનસ ડિગ્રી તાપમાન અને પાતળી હવા હોવા છતાં નિક્ષાએ હિંમત હાર્યા વગર પોતાની સફર ચાલુ રાખી હતી અને ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું.
ગુજરાતની દીકરીઓ માટે કંઈ જ અશક્ય નથી!
પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટનો કમાલ
માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો
17,598 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો@sanghaviharsh #NikshaBarot #EverestBaseCamp #Palanpur #GujaratPride #IndianTricolor #WomenEmpowerment #GujaratNews… pic.twitter.com/GdVJmddpOs— Gujarat First (@GujaratFirst) May 29, 2026
17,598 ફૂટની ઊંચાઈએ ગર્વથી ગાયું રાષ્ટ્રગાન અને કર્યા યોગ
નિક્ષા બારોટે સમુદ્ર સપાટીથી 17,598 ફૂટની (17,598 Feet) ભયજનક ઊંચાઈ પર આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ (Everest Base Camp) પર પહોંચીને ભારતનો ગૌરવશાળી તિરંગો (Tricolor) લહેરાવ્યો હતો. આ મિશનમાં સૌથી અદભુત અને ગૌરવપ્રદ ક્ષણ એ હતી કે, આટલી હાડ થીજવતી ઠંડી અને ઓક્સિજનની અછત વચ્ચે પણ નિક્ષાએ બેઝ કેમ્પ પર બેસીને યોગ (Yoga) કર્યા હતા. આ સાથે જ તેણે અત્યંત ગર્વ સાથે ત્યાં ભારતનું રાષ્ટ્રગાન (National Anthem) ગાયું હતું. તેની આ દેશભક્તિ અને સાહસ જોઈને ત્યાં હાજર અન્ય આંતરરાષ્ટ્રીય પર્વતારોહકો પણ પ્રભાવિત થઈ ગયા હતા.
ગુજરાતની દીકરીઓ માટે કંઈ જ અશક્ય નથી ! 🇮🇳
બનાસકાંઠાના પાલનપુરની માત્ર ૮ વર્ષની નાની વયની દીકરી નિક્ષા નીલેશભાઈ બારોટે હિમાલયમાં ૧૭,૫૯૮ ફૂટની કપરી ઊંચાઈ પર આવેલા 'એવરેસ્ટ બેઝ કેમ્પ' (EBC) નો ટ્રેક માત્ર ૭ દિવસમાં સફળતાપૂર્વક સર કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.… pic.twitter.com/0cJlPvwNue
— Harsh Sanghavi (@sanghaviharsh) May 29, 2026
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને બિરદાવી
આ નાનકડી દીકરીની સુવર્ણ સિદ્ધિ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેશભરમાંથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વિટર (X) પર નિક્ષાનો ફોટો અને વિગતો શેર કરીને ખાસ શુભકામનાઓ પાઠવી છે. ગૃહમંત્રીએ ટ્વિટમાં લખ્યું કે, ગુજરાતની દીકરીઓ માટે કંઈ જ અશક્ય નથી. પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. દીકરી નિક્ષાના આ અદમ્ય સાહસ, દેશભક્તિ અને દૃઢ મનોબળને સલામ અને ભવિષ્ય માટે અનેકગણી શુભકામનાઓ !


