Palanpur-Deesa National Highway પર ભયંકર ચક્કાજામ: 2 કિલોમીટર લાંબી કતારો, વાહનચાલકો કલાકો સુધી અટવાયા
Chadotar Bridge Jam: પાલનપુર-ડીસા નેશનલ હાઇવે પર રિનોવેશન કામગીરી દરમિયાન યોગ્ય ડાયવર્ઝન ન અપાતા ચડોતર બ્રિજ નજીક ભયંકર ચક્કાજામ સર્જાયો છે. હાઇવે પર 2 કિલોમીટર કરતાં વધુ લાંબી વાહનોની લાઇનો લાગતાં બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા ભારે પરેશાન થયા છે અને તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે.
Advertisement
Palanpur Deesa Highway Traffic: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મુખ્ય માર્ગો પૈકીના એક એવા પાલનપુર-ડીસા નેશનલ હાઇવે (Palanpur-Deesa National Highway) પર આજે વહેલી સવારથી જ ટ્રાફિકનો મોટો કcongestion જોવા મળ્યો છે. હાઇવેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે યોગ્ય ડાયવર્ઝન (Diversion) આપવામાં આવ્યું નથી. આ વહીવટી બેદરકારીના કારણે ચડોતર બ્રિજ (Chadotar Bridge) નજીક અચાનક જ હાઇવે સંપૂર્ણ બ્લોક થઈ ગયો હતો અને જોતજોતામાં વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી.

