Palanpur ની ધણીયાણા દૂધમંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે મારામારી થતા મામલો બિચકયો
- Palanpur ની ધણીયાણા દૂધમંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે બબાલ
- ચેરમેને મંત્રીને લાફા માર્યા હોવાના CCTV ફૂટેજ આવ્યા
- દૂધ ઉત્પાદકોને નફો આપવા બાબતે થયો હતો ઝઘડો
- ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ
- મંડળીના હોદ્દેદારો વચ્ચેની લાફાલાફીથી સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર
Palanpur : બનાસકાંઠા (banaskantha) ના પાલનપુરની ધણીયાણા દૂધમંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે જેમાં ચેરમેને મંત્રીને લાફો મારતા મામલો બિચકયો હતો અને સમગ્ર ઘટનાના સીસીટીવી (cctv) પણ સોશિયલ મીડિયા (social media)માં વાયરલ થયા છે, આ સમગ્ર ઘટનામાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હડમાલા દૂધમંડળીમાં થયેલી મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ અને મંડળીના હોદ્દેદારો વચ્ચેની લાફાલાફીથી સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી છે.
Palanpur ની ધણીયાણા દૂધમંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે બબાલ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ધણીયાણા (હડમાલા) દૂધમંડળીમાં શિસ્તના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ચેરમેને મંત્રીને લાફા માર્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. મળતી માહિતી મુજબ, દૂધ ઉત્પાદકોને આપવામાં આવતા નફા બાબતે બંને હોદ્દેદારો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
પાલનપુરની ધણીયાણા દૂધમંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે બબાલ
ચેરમેને મંત્રીને લાફા માર્યા હોવાના CCTV ફૂટેજ આવ્યા
દૂધ ઉત્પાદકોને નફો આપવા બાબતે થયો હતો ઝઘડો
ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ
મંડળીના હોદ્દેદારો વચ્ચેની લાફાલાફીથી સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર… pic.twitter.com/BdUlDhEz4H— Gujarat First (@GujaratFirst) April 23, 2026
ચેરમેને લાફો મારતા વિવાદ વધ્યો
તો સવારના સમયે મંત્રી ખુરશી પર બેઠા હતા અને તે સમય દરમિયાન ચેરમેન ત્યાં આવે છે અને કંઈક પૂછી રહ્યા છે ત્યારે ચેરમેન ઉશ્કેરાઈ ગયા અને ખુરશી પર બેઠેલા મંત્રીને લાફો માર્યો હતો જેના કારણે મામલો બિચકયો હતો તો આસપાસના લોકો પણ વચ્ચે પડયા હતા પરંતુ ચેરમેન એટલા ગુસ્સે હતા કે તેઓ કોઈની વાત માની રહ્યાં ન હતા અને પોતાના જ કક્કો સાચો હોય તેવું વર્તન કરી રહ્યાં હતા, આ ઘટનાના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા સહકારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. દૂધ ઉત્પાદકોના હિત માટે કામ કરતી સંસ્થામાં જવાબદાર હોદ્દેદારો વચ્ચેની આ લાફાલાફીને પગલે સ્થાનિક પશુપાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Palanpur: ચૂંટણી પહેલા જ જંગ જામ્યો, કોંગ્રેસ ઉમેદવાર ભાજપ નેતા સાથે આવી ફોર્મ પરત ખેંચ્યું


