Palanpur: પાલનપુરમાં એકસાથે 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, સ્કૂલમાં દાળ-ભાત જમ્યા પછી તબિયત લથડી
- Palanpur: 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ
- સ્કૂલમાં દાળ-ભાત ખાતા પછી તબિયત લથડી
- તમામ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ
Palanpur: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરમાં એકસાથે 35થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ (Food poisoning) ની અસર થતા તંત્રમાં દોડધામ મચી ગઈ. જગાણા એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ (Eklavya Model Residency School) માં આ ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલ (Girls Hostel) માં બપોરે દાળભાતનું ભોજન લીધા પછી લગભગદ 38 વિદ્યાર્થિનીઓની તબિયત લથડવા લાગી. અચાનક વિદ્યાર્થિનીઓની તબિયત બગડતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વિદ્યાર્થનીઓના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલ્યા હતા.
Palanpur: દાળ-ભાત ખાધા પછી અસર
મળતી માહિતીનુસાર પહેલા તો 10થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને સારવાર માટે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ (Palanpur Civil Hospital) માં દાખલ કરવામાં આવી હતી. જોતજોતામાં અન્ય વધુ વિદ્યાર્થિનીઓની પણ તબિયત ખરાબ થવા લાગી. આમ તમામ વિદ્યાર્થિનીઓને લઈને હોસ્પિટલ દોડવું પડ્યું હતું.
આ પણ વાંચો----- Jamnagar : ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ચુકાદો
Palanpur: અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યુ
એકલવ્ય મોડેલ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ તરત જ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરી હતી. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનના નમૂના પણ લેવામાં આવ્યા છે. સાથે જ તેમણે પાણીજન્ય રોગચાળાની પણ આશંકા વ્યક્ત કરી હતી. એકલવ્ય મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી અને સ્ટાફ સહિત 600 લોકોની સંખ્યા છે.
સ્કૂલના પ્રિન્સિપાલ (Principal) સંજય મિશ્રા જણાવ્યું કે, આજે સાંજે 5:30 વાગ્યે 10 વિદ્યાર્થિનીઓને માથામાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ હતી. મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થિનીઓએ સવારે 12:30 વાગ્યાની આસપાસ ભોજન લીધું હતું. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને સાંજે તબિયત નરમ લાગી રહી હતી. અને એકાએક તમામ વિદ્યાર્થિનીઓની તબિયત લથડવા લાગી હતી.
Palanpur: વિદ્યાર્થિનીઓની તબિયત સ્થિર
પાલનપુર સિવિલ હોસ્પિટલના જણાવ્યું છે કે, હવે ચિંતા કરવા જેવી વાત નથી. તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સ્થિર છે. ઘટના બાદ શાળાના સત્તાધિશો અને સ્ટાફ (Staff) પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ સ્ટાફે વિદ્યાર્થિનીઓની સારસંભાળ રાખી હતી.
નોંધનીય છે કે, થોડા સમય અગાઉ દાંતાની વેકરી આશ્રમશાળામાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. ત્યારે એકલવ્ય મોડેલ સ્કૂલમાં પણ ઘટનાનું પુનરાવર્તન થતા વાલીઓ અને સ્કૂલ તંત્રમાં ચિંતા છવાઈ હતી.
આ પણ વાંચો-----Patan: 'પાઘડીની લાજ' સંમેલન, Love Marriage સામે 3 હજારથી વધુ પાટીદાર મહિલાઓ મેદાને


