હોલ ટિકિટ હાથમાં રહી ગઈ અને કાળ આંબી ગયો! Panthawada પાસે અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના મોત
Banaskantha News: બનાસકાંઠાના પાંથાવાડા પાસે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બે 17 વર્ષીય વિદ્યાર્થીઓ, લાલાભાઈ ચૌધરી અને જગદીશસિંહ રાજપૂતનું ટ્રેલરની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું છે. પૂરઝડપે આવતા વાહને બાઈકને ટક્કર મારતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- Panthawada નજીક ટ્રેલરે બાઈક સવાર વિદ્યાર્થીઓને લીધા અડફેટે
- બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે સર્જાયો ગંભીર અકસ્માત
- આશાસ્પદ વિધાર્થીના અકાળે અવસાનથી શોકનો માહોલ
- પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી
- મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ
Panthawada Road Accident: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાંથાવાડા (Panthawada) નજીક એક હૃદયદ્રાવક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા (Board Exam) આપવા જઈ રહેલા બે તેજસ્વી વિદ્યાર્થીઓને કાળમુખા ટ્રેલરે (Trailer) અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરીક્ષાના માહોલ વચ્ચે ગમગીની છવાઈ ગઈ છે.

