વૈશ્વિક સંકટની સ્થિતિમાં ભારત અડીખમ, કોંગ્રેસનું અફવા ફેલાવવાનું કામ: PM Modi
- PM Modi Gujarat visit: નાણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન
- વડાપ્રધાન વિકાસની રાજનીતિના પ્રણેતા છે: CM
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું સંબોધન
- PM મોદીની આગેવાનીમાં દેશ વિકાસપથ પર જઇ રહ્યો છે: હર્ષભાઇ
- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનું સંબોધન
- વાવ થરાદના યુવકો PM મોદીને સાંભળવા આતુર હતા: શંકરભાઇ
PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસ છે. ત્યારે તેઓએ વાવ (Vav) અને થરાદ (Tharad) ના નાણી (Nani) ખાતે આયોજિત ભવ્ય જનસભાને સંબોધી હતી. વડાપ્રધાને કોંગ્રસને આડે હાથ લીધી હતી. કહ્યું હતુ કે ભારત યુદ્ધની સ્થિતિમાં અડીખમ ઉભું છે, ત્યારે કોંગ્રેસ અફવા ફેલાવવાનું કામ કરી રહી છે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel), વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankar Chaudhary) અને DyCM હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ હાજરી આપી હતી. આ પ્રસંગે નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) ના નેતૃત્વમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો.
કોંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે: PM Modi
નાણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભારત યુદ્ધની સ્થિતિમાં અડીખમ ઉભું છે ત્યારે કોંગ્રેસ અફવા ફેલાવવાનું કામ કરી રહી છે. કોંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. દિલ્હીમાં AI સમિટમાં કોંગ્રેસની હરકત તમે જોઈ છે. વિરોધ કરવા પોતાના કપડા પણ ઉતારી દીધા છે. કોંગ્રેસ હાલ ગભરાઇ ગઇ છે. વિદેશીઓને ફાયદો થાય તે પ્રકારની વાત કરે છે. કોંગ્રેસના નેતાઓનું ભાગલા પડાવવાનું કામ છે. કોંગ્રેસ લોકોને ઉકસાવવામાં લાગી છે.
"દેશને વહેંચવાનું બંધ કરો": PM મોદીએ Congress ને બરોબરની ઝાટકી, અફવાઓ ફેલાવવા બદલ લીધા આડેહાથ@PMOIndia @narendramodi @BJP4Gujarat #NarendraModi #Congress #India #PoliticalAttack #OilPrices #BreakingNews #ModiSarkar #OppositionExposed #NationalUnity #PoliticsUpdate pic.twitter.com/WQREw1Pepw
— Gujarat First (@GujaratFirst) March 31, 2026
PM Modi વિકાસની રાજનીતિના પ્રણેતા: CM ભૂપેન્દ્રભાઈ પટેલ
ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, "વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં વડાપ્રધાનના કુશળ વહીવટને કારણે દેશની જનતાને કોઈ તકલીફ પડવા દીધી નથી. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંકુશ રાખીને સામાન્ય જનતાને મોટી આર્થિક રાહત આપી છે." મુખ્યમંત્રીએ ભૂતકાળની સ્થિતિને યાદ કરતા કહ્યું કે, પહેલાના સમયમાં રસ્તા, પાણી અને શિક્ષણની હાલત કેવી હતી તે સૌ જાણે છે. અગાઉ મહિલાઓએ બેડા લઈને પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું હતું, પરંતુ આજે 'નલ સે જલ' યોજના દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડીને મહિલાઓની તે કપરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આજે વડાપ્રધાનના સંકલ્પોને પૂર્ણ કરવા માટે અગ્રેસર છે.
સરહદી વિસ્તાર બન્યો સુરક્ષિત અને સમૃદ્ધ: શંકરભાઈ ચૌધરી
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની સરહદો વધુ સુરક્ષિત બની છે. તેમણે ખાસ કરીને સરહદી વિસ્તારના યુવાનોમાં વડાપ્રધાન પ્રત્યે રહેલા ઉત્સાહની નોંધ લીધી હતી. શંકરભાઈએ વધુમાં જણાવ્યું કે, "એક સમયે આ વિસ્તારમાં પાણીની તીવ્ર અછતને કારણે લોકોએ હિજરત કરવી પડતી હતી. પરંતુ વડાપ્રધાને મક્કમ નિર્ધાર સાથે નર્મદાની નહેર અને 'સુજલામ સુફલામ' (Sujlam Suflam) યોજના લાવીને આ સમસ્યા જડમૂળથી દૂર કરી છે." તેમણે વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, આ યોજનાઓનો ભારે વિરોધ થયો હતો, છતાં વડાપ્રધાને પાછળ જોયા વગર 5 હજાર કરોડના ખર્ચે પાઈપલાઈન દ્વારા તળાવો ભરવાનું કામ પૂર્ણ કર્યું. આજે સુઈગામ (Suigam) જેવા સરહદી ગામોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવીને સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે.
Shankarbhai Chaudhary Banaskantha PM Modi Visit Vav-Tharad
શંકરભાઈ ચૌધરીનું ભાવુક સંબોધન: Vav-Tharad ને નવા જિલ્લાની ભેટ અને લખણી બન્યો 'લાખેણો' તાલુકો; PM મોદીનો માન્યો આભાર@ChaudhryShankar @PMOIndia @narendramodi @CMOGuj @sanghaviharsh #ShankarChaudhary #PMModi #Banaskantha… pic.twitter.com/mapOhdnCbZ— Gujarat First (@GujaratFirst) March 31, 2026
છેવાડાના માનવી સુધી પહોંચી સુવિધાઓ: DyCM
DyCM હર્ષભાઈ સંઘવીએ ઉત્તર ગુજરાત (North Gujarat) ના નાગરિકો વતી વડાપ્રધાનનો આભાર માનતા કહ્યું કે, જે રસ્તા અને પાણી એક સમયે માત્ર સ્વપ્ન સમાન હતા, તે આજે વાસ્તવિકતા બની ગયા છે. બનાસકાંઠાના પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને મહિલાઓ આત્મનિર્ભર બની છે. DyCM હર્ષભાઈ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, "સરકાર આશરે 39 હજારથી વધુ પાકા મકાનો જરૂરિયાતમંદોને આપવા જઈ રહી છે. ખેડૂતોના ખાતામાં સીધા જ વર્ષે 6 હજાર રૂપિયા જમા થઈ રહ્યા છે. આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા, તેને વડાપ્રધાન મોદી સાકાર કરી રહ્યા છે."
આ પણ વાંચોઃ LIVE: PM Modi Gujarat visit: નવરચિત જિલ્લામાં PM મોદીની પ્રથમ ઐતિહાસિક જનસભા,નાણીમાં ઉમટી જનમેદની!


