Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મમતા બેનર્જી જીતી શકે તો તમે કેમ નહીં? EVM પર શું બોલ્યા Shiva Bhuriya?

EVM Controversy: પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયાએ દિયોદરના જાડા ગામે કાર્યકરોને સંબોધતા EVM પર થતા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે EVM દ્વારા મત ચોરીની વાત પાયાવિહોણી છે અને કાર્યકરોએ હારનું ઠીકરું મશીન પર ફોડવાને બદલે પોતાની કામગીરી પર ધ્યાન આપવું જોઈએ. તેમણે મમતા બેનર્જીનું ઉદાહરણ આપીને લોકશાહીમાં મશીનની વિશ્વસનીયતા પર ભાર મૂક્યો હતો.
મમતા બેનર્જી જીતી શકે તો તમે કેમ નહીં  evm પર શું બોલ્યા shiva bhuriya
Advertisement

વાવ-થરાદમાં પૂર્વ ધારાસભ્ય Shiva Bhuriya નું મોટું નિવેદન
EVM થી થતી વોટ ચોરીની વાતોને પાયાવિહોણી ગણાવી
"વોટ આપણે જ આપીએ છીએ, EVM ચોરી કરતું નથી"
શિવા ભૂરિયાએ EVM મુદ્દે કોંગ્રેસના કાર્યકરોને કરી ટકોર
"મશીનમાં ખામી હોત તો મમતા બેનર્જી જીત્યા ન હોત"
"મતદાન પૂર્ણ થાય ત્યારે કમળનું બટન કાળું થઈ જાય છે"
દિયોદરના જાડા ગામે કાર્યકરોને શિવા ભૂરિયાની ટકોર

Shiva Bhuriya Statement in EVM: વાવ (Vav) અને થરાદ (Tharad) પંથકમાં રાજકીય ગરમાવો તે સમયે તેજ બન્યો જ્યારે બનાસકાંઠાના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયા (Shiva Bhuriya) એ આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. દિયોદર (Deodar) તાલુકાના જાડા (Jada) ગામ ખાતે કાર્યકરો સાથેના સંવાદ દરમિયાન તેમણે EVM (Electronic Voting Machine) માં થતી ગેરરીતિઓના દાવાઓને સદંતર પાયાવિહોણી ગણાવ્યા હતા.

Advertisement

'વોટ આપણે જ આપીએ છીએ, મશીન ચોરી કરતું નથી'

સામાન્ય રીતે ચૂંટણી હાર્યા બાદ રાજકીય પક્ષો EVM પર ઠીકરાં ફોડતા હોય છે, પરંતુ શિવા ભૂરિયાએ પોતાના જ પક્ષના અને વિરોધ પક્ષના કાર્યકરોને આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'વોટ આપણે જ આપીએ છીએ, EVM ક્યારેય વોટ ચોરી કરતું નથી. લોકોમાં જે ભ્રમ ફેલાવવામાં આવે છે તે તર્કહીન છે.'

Advertisement

...તો મમતા બેનર્જી ક્યારેય ચૂંટણી જીતી શક્યા ન હોત

આ પ્રસંગે તેમણે તર્ક આપતા કહ્યું કે, જો ખરેખર મશીનમાં કોઈ ટેકનિકલ ખામી કે હેકિંગ જેવી બાબત હોત, તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી (Mamata Banerjee) ક્યારેય ચૂંટણી જીતી શક્યા ન હોત. જ્યારે વિપક્ષી નેતાઓ EVM સામે સવાલો ઉઠાવે છે ત્યારે શિવા ભૂરિયાનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.

મશીનને દોષ આપવાને બદલે જનતા વચ્ચે જઈને કામ કરવું જોઈએ

વધુમાં તેમણે એક ચોખવટ કરતા જણાવ્યું કે, જ્યારે મતદાન પૂર્ણ થાય છે ત્યારે જે તે પક્ષના નિશાન એટલે કે 'કમળ' (Lotus) કે અન્ય પક્ષના બટન જે રીતે કાર્ય કરે છે, તેને લઈને જે શંકાઓ કરવામાં આવે છે તે તદ્દન ખોટી છે. તેમણે કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું હતું કે, હાર્યા પછી મશીનને દોષ આપવાને બદલે જનતા વચ્ચે જઈને કામ કરવું જોઈએ. આ નિવેદન બાદ હવે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: Vav Tharad : દિયોદરના પાલડીમાં જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસને પાકિસ્તાન અને આંતકવાદી સાથે સરખાવી

Tags :
Advertisement

.

×