'DJ ના ધબકારે આગેવાનો ભડકે માણારાજ', Gabbar Thakor એ ગીતની આડમાં સમાજના બંધારણ પર સાધ્યું નિશાન
- સિંગર Gabbar Thakor ઠાકોર ફરી ચર્ચાઓમાં
- ઠાકોર સમાજના બંધારણ સામે સાંધ્યુ નિશાન
- ન્યાયની વાત કરીએ તો ધમકી આપે છેઃ ગબ્બર ઠાકોર
Gabbar Thakor: ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં ફરી એકવાર સામાજિક રિવાજો અને આંતરિક કાયદાઓને લઈને વિવાદ (Controversy) પેદા થયો છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા સામાજિક સુધારા માટે કડક બંધારણ અમલી બનાવવામાં આવ્યું છે, પરંતુ આ બંધારણના અમલીકરણમાં પક્ષપાત થતો હોવાના આક્ષેપો સાથે લોકપ્રિય કલાકાર ગબ્બર ઠાકોર (Gabbar Thakor) મેદાનમાં આવ્યા છે. ગબ્બર ઠાકોરે પોતાના એક નવા ગીત દ્વારા સમાજના આગેવાનો પર સીધું નિશાન સાધ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે સમગ્ર પંથકમાં સામાજિક ચર્ચા ગરમાઈ છે.
નિયમોના બેવડા ધોરણો અને આગેવાનોની કથિત નીતિ પર પ્રહાર
ગબ્બર ઠાકોરે પોતાના ગીતના શબ્દો દ્વારા આગેવાનોની કથિત બેવડી નીતિ ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ગાયું છે કે, 'અમારા ડીજે (DJ) ના ધબકારે આગેવાનો ભડકે માણારાજ, ભલે ગામમાં દારૂ ચાલુ પણ કાઈ ફરક ના પડે માણારાજ, આ બધાના નિયમો ગબ્બર ઠાકોરને લાગુ પડે માણારાજ.' આ કડીઓ દ્વારા તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સમાજના નિયમો માત્ર સામાન્ય કલાકારોને દબાવવા માટે જ વપરાય છે. ગામમાં દારૂબંધી જેવી બદીઓ ચાલતી હોવા છતાં આગેવાનો મૌન સેવે છે, પરંતુ જ્યારે કોઈ નાનો માણસ પ્રસંગમાં માટે ડીજે વગાડે ત્યારે બંધારણના નામે દંડવામાં આવે છે.
ઠાકોર સમાજના બંધારણના તોડવાનો મામલો ચર્ચામાં
બનાસકાંઠામાં ગબ્બર ઠાકોરે ગીત ગાઈને સાધ્યું નિશાન
ગીત ગાઈને સમાજના આગેવાનો પર સાધ્યું નિશાન#GabbarThakor #Banaskantha #ThakorSamaj #SamajBandharan #GujaratNews #BanaskanthaNews #SocialIssue #Controversy #ViralVideo pic.twitter.com/YqdNWnKa9B— Gujarat First (@GujaratFirst) May 17, 2026
સત્ય બોલનારાઓને ધમકી!
ગબ્બર ઠાકોરે ન્યાયની વાત કરનારાઓને મળતી ધમકીઓ વિશે પણ અવાજ ઉઠાવ્યો છે. ગીતમાં આગળ ઉલ્લેખ છે કે, 'આગેવાનો બંધારણ તોડે એમને કોઈ ફરક ના પડે માણારાજ, અમે હાચુ કહીએ અમે ન્યાય (Justice) ની વાત કરીએ તો અમને ધમકી આપે માણારાજ.' આ શબ્દો ઠાકોર સમાજમાં ચાલી રહેલા આંતરિક અસંતોષને દર્શાવે છે. દાવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સત્ય કહેવાની હિંમત કરે છે ત્યારે તેને સામાજિક બહિષ્કાર, ધમકીઓનો સામનો કરવો પડે છે. આ વિવાદ બાદ હવે જોવાનું એ રહે છે કે સમાજના સંગઠનો આ આક્ષેપો પર કેવી પ્રતિક્રિયા આપે છે અને બંધારણમાં કોઈ સુધારા કરવામાં આવે છે કે નહીં.
આ પણ વાંચોઃ Tapi Accident: કાર અને બાઇક વચ્ચે ભયંકર ટક્કર, 5 વર્ષના ભત્રીજા સહિત કાકાનું મોત


