Studio on Wheels 2.0 launch : અંબાજીથી STUDIO ON WHEELS 2.0ની ભવ્ય શરૂઆત, હવે 25 હજાર KM ની નવી સફર
Studio on Wheels 2.0 launch : જગતજનની માં અંબાના પાવન ધામ અંબાજીથી ગુજરાત ફર્સ્ટના સૌથી લોકપ્રિય અને ભવ્ય પ્રોજેક્ટ STUDIO ON WHEELS 2.0 ની ભવ્ય શરૂઆત થઈ છે. ભાદરવી પૂનમના પાવન અવસરે આદ્યશક્તિ માં અંબાના આશીર્વાદ સાથે નવી સિઝનનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાત ફર્સ્ટ દ્વારા માં અંબાની વિશેષ પૂજા-અર્ચના કરી માતાજીના ચરણોમાં ધ્વજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ સ્પેશિયલ નાસિક ઢોલ અને પુનેરી ઢોલની ભવ્ય પ્રસ્તુતિ વચ્ચે STUDIO ON WHEELS 2.0 નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોન્ચિંગ સમયે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Chennal Head Dr. VivekKumar Bhatt) અને ગુજરાત ફસ્ટની સમગ્ર ટીમ હાજર રહી હતી.
DyCM હર્ષભાઇ સંઘવીના હસ્તે 'STUDIO ON WHEELS 2.0' નું ભવ્ય ઉદ્ઘાટન
STUDIO ON WHEELS 2.0નું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. DyCM હર્ષભાઈ સંઘવીએ STUDIO ON WHEELS 2.0ની મુલાકાત લઈને તેના સ્ટુડિયો, વ્યવસ્થા અને વિશેષતાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગુજરાત ફર્સ્ટની ટીમને નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંબાજીની પવિત્ર ધરતી પર થયેલા આ ભવ્ય લોન્ચિંગ દરમિયાન નાસિક ઢોલ અને પુનેરી ઢોલની વિશેષ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધું હતું. જગતજનની માં જગદંબાના શરણેથી શરૂ થયેલી આ નવી સફર ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચવાના સંકલ્પ સાથે આગળ વધશે.
DyCM હર્ષભાઈ સંઘવીની ગુજરાત ફસ્ટ સાથે ખાસ વાતચીત
Ambaji ભાદરવી પૂનમ મહામેળાના સફળ આયોજન બાદ Gujarat First સાથેની ખાસ વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી Harshbhai Sanghvi એ મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે માવડીના તેડા પર આખું ગુજરાત યાત્રાએ નીકળ્યું હતું અને 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કોઈપણ દુર્ઘટના વગર શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા છે. Harshbhai Sanghvi એ પોતાના પરિવારથી દૂર રહીને 20-20 દિવસ સુધી સતત ખડેપગે ફરજ બજાવનાર ગુજરાત પોલીસ, સેવા કેમ્પના આયોજકો તેમજ બનાસકાંઠા કલેક્ટર અને સમગ્ર વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Ambaji Bhadarvi Poonam: DyCM Harshbhai Sanghvi Exclusive Interview with Gujarat First
Ambaji ભાદરવી પૂનમ મહામેળાના સફળ આયોજન બાદ Gujarat First સાથેની ખાસ વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી Harshbhai Sanghvi એ મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે માવડીના તેડા પર આખું ગુજરાત… pic.twitter.com/N7kIlmnLf7— Gujarat First (@GujaratFirst) September 26, 2026
અંબાજીમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા વિશેષ ધ્વજારોહણ
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા વિશેષ ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. માં અંબાના ચરણોમાં ગુજરાત ફર્સ્ટની ધ્વજા ચઢાવવામાં આવી હતી. અંબાજી ધામમાં ભક્તિભાવ સાથે યોજાયેલા આ ધ્વજારોહણ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી ધામ ભક્તિમય બન્યું હતું. મંદિર પરિસર સહિત સમગ્ર અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. મા અંબાના દર્શન માટે ભક્તોનો પ્રવાહ સતત જોવા મળ્યો હતો અને અંબાજીની ધરતી પર શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો હતો.
Ambaji Temple: Sacred Flag Hoisted Atop Shrine by Gujarat First on Bhadarvi Poonam
Bhadarvi Poonam નિમિત્તે Gujarat First દ્વારા મા અંબાના ધામ Ambaji માં ધજા ચઢાવાઈ | Gujarat First
ગુજરાત ફર્સ્ટ દ્વારા અંબાજીમાં ધ્વજા ચઢાવાઈ
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં ધ્વજા આરોહણ
મા… pic.twitter.com/JE46YpXTEE— Gujarat First (@GujaratFirst) September 26, 2026
ભાદરવી પૂનમના મેળાનું ગુજરાત ફર્સ્ટનું અવિરત કવરેજ
અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે પણ ભક્તોનો પ્રવાહ યથાવત રહ્યો હતો. જગતજનની માં અંબાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ગુજરાત ફર્સ્ટ દ્વારા અંબાજી ભાદરવી પૂનમ મેળાનું અવિરત અને સતત કવરેજ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 40 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.રાત્રિના સમયે અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. મંદિર પરિસરમાં ‘જય અંબે’ના નાદ ગુંજી રહ્યા હતા અને દર્શન માટે ભક્તોનો પ્રવાહ હજુ પણ અવિરત જોવા મળ્યો હતો. અંબાજીમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો હતો.
જ્યાંથી શરૂઆત થઈ, ત્યાંથી જ નવી સિઝનનો પ્રારંભ
STUDIO ON WHEELSની પહેલી સિઝનની શરૂઆત પણ અંબાજીની પાવન ધરતી પરથી જ થઈ હતી. પહેલી સિઝનમાં ગુજરાત ફર્સ્ટની ટીમ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી હતી. લોકોની વાત સાંભળી હતી અને તેમની કહાનીઓને અવાજ આપ્યો હતો. પહેલી સિઝનમાં STUDIO ON WHEELSએ 11 હજાર કિલોમીટરથી વધુની સફર, 350થી વધુ પોડકાસ્ટ, 18થી વધુ જિલ્લા અને 90 તાલુકા સુધીની મુલાકાત કરી હતી. આ દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. લોકોના પ્રશ્નો, સ્થાનિક મુદ્દાઓ અને ગુજરાતની વિવિધ કહાનીઓને ગ્રાઉન્ડ પરથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.આ સફર માત્ર એક મીડિયા પ્રોજેક્ટ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ લોકો સુધી પહોંચવાના સંકલ્પનું પ્રતીક બની હતી. STUDIO ON WHEELSની પહેલી સિઝને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી અને તેના નામે બે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા હતા.
હવે STUDIO ON WHEELS 2.0 નવા અવતારમાં
પહેલી સિઝનની સફળતા બાદ હવે STUDIO ON WHEELS વધુ ભવ્ય અને આધુનિક અવતારમાં STUDIO ON WHEELS 2.0 તરીકે ગુજરાતની નવી સફરે નીકળ્યું છે. નવી સિઝનમાં STUDIO ON WHEELSને વધુ આકર્ષક અને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. વિસ્ટા ડોમ સાથે STUDIO ON WHEELS 2.0 હવે પહેલાં કરતાં વધુ ભવ્ય અને આકર્ષક બન્યું છે. કોચમાં બે LED સાથે 10 લોકોની વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મોટી ખાસિયત એ છે કે એક જ વ્હીકલમાં 1+1 પોડકાસ્ટ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થામાં એક એન્કર સાથે ત્રણ ગેસ્ટ LIVE ડિબેટ કરી શકે તેવી સુવિધા પણ છે. એટલે હવે ગ્રાઉન્ડ ઝીરો પરથી LIVE કવરેજ, સ્પેશિયલ પોડકાસ્ટ, ડિબેટ અને વિશેષ મુલાકાતોને વધુ ભવ્ય સ્વરૂપ આપી શકાશે.
25 હજાર કિલોમીટરની નવી સફરનો સંકલ્પ
પહેલી સિઝનમાં 11 હજાર કિલોમીટરની સફળ સફર બાદ હવે STUDIO ON WHEELS 2.0 સાથે ગુજરાત ફર્સ્ટે 25 હજાર કિલોમીટરની નવી સફરનો સંકલ્પ કર્યો છે. STUDIO ON WHEELS 2.0નો કોચ રાજ્યના દરેક જિલ્લામાં જશે. નવી સફર દરમિયાન રાજ્યના 34 જિલ્લાની મુલાકાત લેવાનો સંકલ્પ છે. દરેક જિલ્લામાંથી LIVE ડિબેટ અને સ્પેશિયલ પોડકાસ્ટ કરવામાં આવશે.માત્ર જિલ્લા સ્તરે જ નહીં, પરંતુ રાજ્યના દરેક જિલ્લાના પ્રશ્નોને વાચા આપવાની સાથે દરેક તાલુકામાં લોકો સાથે ચોપાલ પણ યોજાશે. એટલે કે STUDIO ON WHEELS 2.0 માત્ર સમાચાર કવર કરવા નહીં, પરંતુ લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નો, મુદ્દાઓ અને કહાનીઓને સીધો અવાજ આપવા માટે પહોંચશે.
11 લોકોની ટીમ સાથે પહોંચશે તમારા આંગણે
STUDIO ON WHEELS 2.0 સાથે ચેનલહેડ ડો. વિવેકકુમાર ભટ્ટના નેતૃત્વમાં 11 લોકોની ટીમ ગુજરાતના લોકોના આંગણે પહોંચશે. જ્યાં સમાચાર હશે, જ્યાં લોકોનો અવાજ હશે અને જ્યાં મહત્વનો સ્થાનિક મુદ્દો હશે, ત્યાં STUDIO ON WHEELS 2.0 પહોંચીને ગ્રાઉન્ડ પરથી LIVE કવરેજ કરશે.નવી ટેક્નોલોજી, બે સ્ટુડિયો, વિસ્ટાડોમ કોચ અને નવી ઊર્જા સાથે STUDIO ON WHEELS 2.0 ગુજરાતના દરેક ખૂણે પહોંચવાનો પ્રયાસ કરશે.
જન-જન સુધી પહોંચવાનો નવો સંકલ્પ
STUDIO ON WHEELSની પહેલી સિઝને 11 હજાર કિલોમીટરની સફર, 350થી વધુ પોડકાસ્ટ, 18થી વધુ જિલ્લા અને 90 તાલુકા સુધી પહોંચીને લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો હતો. હવે એ જ સફરની સફળતા બાદ STUDIO ON WHEELS 2.0 વધુ મોટા સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. 11 હજાર કિલોમીટરની સફળતા બાદ હવે 25 હજાર કિલોમીટરનો સંકલ્પ, એક વ્હીકલમાં બે સ્ટુડિયો, 34 જિલ્લાની મુલાકાત, દરેક જિલ્લામાં સ્પેશિયલ પોડકાસ્ટ, LIVE ડિબેટ અને દરેક તાલુકામાં ચોપાલ, આ STUDIO ON WHEELS 2.0ની નવી સફરની ખાસિયતો છે. માં અંબાના આશીર્વાદ સાથે અંબાજીથી શરૂ થયેલી આ સફર ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચશે, લોકોના પ્રશ્નોને વાચા આપશે, લોકોની કહાનીઓને અવાજ આપશે અને ગ્રાઉન્ડ ઝીરો પરથી ગુજરાતના મોટા સમાચારને સીધા લોકો સુધી પહોંચાડશે.
STUDIO ON WHEELS 2.0 ની શું છે ખાસિયત?
- સ્ટુડિયો ઓન વ્હીલ્સ 2.0માં વિસ્ટાડોમ કોચ
- કોચમાં 2 LED સાથે 10 લોકોની વિશેષ બેઠક વ્યવસ્થા
- સ્ટુડિયો ઓન વ્હીલ્સ 2.0માં 1+1 પોડકાસ્ટ સ્ટુડિયો
- 1 એન્કર સાથે 3 ગેસ્ટ LIVE ડિબેટ કરી શકાય તેવી વ્યવસ્થા
- સ્ટુડિયો ઓન વ્હીલ્સ 2.0 કોચ દરેક જિલ્લામાં જશે
- નવી સફરમાં 25,000 કિલોમીટરની યાત્રાનો સંકલ્પ
- રાજ્યના 34 જિલ્લાની મુલાકાત અને કરીશું LIVE ડિબેટ
- રાજ્યના દરેક જિલ્લામાંથી થશે સ્પેશિયલ પોડકાસ્ટ
- રાજ્યના દરેક જિલ્લાના પ્રશ્નોને વાચા અપાશે
- રાજ્યના દરેક તાલુકામાં લોકો સાથે થશે ચોપાલ
- ચેનલહેડ ડો.વિવેકકુમાર ભટ્ટ સાથે 11 લોકોની ટીમ આવશે તમારા આંગણે

