Ambaji: તારક મહેતાના બે કલાકારો અંબાજીના શરણે, જાણો શું કહ્યું?
- તારક મહેતાના 2 કલાકારો Ambaji પહોંચ્યા
- 'અબ્દુલ ચાચા' અને 'સુંદર મામા' મંદિરે આવ્યા
- અંબાજી મંદિરની હવનશાળામાં નવચંડી યજ્ઞમાં પણ જોડાયા
Ambaji: યાત્રાધામ અંબાજીમાં પોષી પૂનમ (Pooshi Poonam) નો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર અવસરે લોકપ્રિય ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના બે જાણીતા કલાકારો શરદ સાંકલા (અબ્દુલ ચાચા) અને મયૂર વાકાણી (સુંદર મામા) અંબાજીના શરણે પહોંચ્યા હતા. મુંબઈની ઝાકઝમાળ છોડીને માં અંબાના આશીર્વાદ લેવા પહોંચેલા આ કલાકારોએ ભક્તિભાવ સાથે દર્શન કર્યા હતા.
નવચંડી યજ્ઞમાં ભાગ લીધો
આ મુલાકાત દરમિયાન બંને શરદ સાંકલા (Sharad Sankla) અને મયૂર વાકાણી (Mayur Vakani) અંબાજી મંદિરની હવનશાળામાં આયોજિત નવચંડી યજ્ઞમાં જોડાયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞમાં આહુતિ આપી હતી અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. મંદિરમાં તેમની હાજરીને પગલે ચાહકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. કલાકારોએ પણ ભક્તો સાથે આત્મીયતા કેળવી હતી અને માં અંબા પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
પોષી પૂનમનું ખાસ આમંત્રણ
Ambaji | તારક મહેતાના 2 કલાકારો
અંબાજી પહોંચ્યા | Gujarat Firstતારક મહેતાના 2 કલાકારો અંબાજી પહોંચ્યા
અબ્દુલ ચાચા અને સુંદર મામા મંદિરે આવ્યા
અંબાજી મંદિરની હવનશાળામાં નવચંડી યજ્ઞમાં પણ જોડાયા
પોષ પૂનમે દેશ અને વિદેશના ભક્તો આવે છે દર્શન કરવા
પોષ પૂનમે અંબાજી ખાતે અનેક… pic.twitter.com/oxSGXac7zs— Gujarat First (@GujaratFirst) January 2, 2026
કલાકારોએ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે ખાસ મુંબઈથી માં અંબાના દર્શને આવ્યા છીએ. અહીં જે આસ્થા અને શાંતિનો અનુભવ થાય છે તે અદ્ભુત છે." તેમણે દેશ અને વિદેશમાં વસતા તમામ ભક્તોને પોષી પૂનમના પવિત્ર દિવસે અંબાજી આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભક્તોએ જીવનમાં એકવાર તો આ દિવ્ય મહોત્સવનો લ્હાવો લેવો જ જોઈએ.
Ambaji: ભવ્ય આયોજનની તૈયારીઓ
આગામી 03-01-2026 ને શનિવારના રોજ મા અંબાનો પ્રાગટ્યોત્સવ એટલે કે જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ખાસ દિવસને પોષી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મા અંબાના જન્મોત્સવની ઉજવણી માટે મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય શોભાયાત્રા, માતાજીને ધરાવવામાં આવતો છપ્પન ભોગ અન્નકૂટ અને 101 નવચંડી યજ્ઞનો સમાવેશ થાય છે. ઉપરાંત આ વખતે ખાસ 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ તૈયાર કરાઈ રહ્યો છે. જે ભક્તોમાં વહેંચવામાં આવશે. મંદિર પ્રશાસન અને કલાકારોએ તમામ શ્રદ્ધાળુઓને આ મહોત્સવમાં સહભાગી થવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Flower Show: 'ભારત એક ગાથા' થીમ સાથે રચાયો નવો ઇતિહાસ, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા


