Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DJ બંધ તો શું હવે દારૂ ગાળવાનો? Thakor Samaj ના નવા બંધારણ મુદ્દે વિવાદ વકર્યો!

ઓગડનાથ ખાતે ગેનીબેન ઠાકોર સહિતના અગ્રણીઓએ ઠાકોર સમાજ (Thakor Samaj) નું નવું બંધારણ ઘડી લગ્ન પ્રસંગોમાં DJ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી રોજીરોટી છીનવાતા ડીજે સંચાલકોમાં ભારે રોષ છે. સંચાલકોએ જીવન નિર્વાહ માટે દારૂ ગાળવાની ચીમકી આપી છે અને સમાજનું કામ નહીં કરવાની જાહેરાત કરતા ભારે વિવાદ સર્જાયો છે.
dj બંધ તો શું હવે દારૂ ગાળવાનો  thakor samaj ના નવા બંધારણ મુદ્દે વિવાદ વકર્યો
Advertisement
  • Thakor Samaj માં DJ ના પ્રતિબંધને લઈને વિરોધનો વંટોળ
  • Dj સાઉન્ડ સાથે સંકળાયેલા સંચાલકોમાં વિરોધ
  • ગેનીબેન સહિત ઠાકોર સમાજના અગ્રણીઓએ ઘડ્યું બંધારણ

Thakor Samaj Protests DJ Ban: ગુજરાતના સામાજિક માળખામાં મોટા ગણાતા ઠાકોર સમાજ (Thakor Samaj) માં છેલ્લા કેટલાક સમયથી સામાજિક સુધારાના નામે નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ઓગડનાથ (Ogadnath) ખાતે ઠાકોર સમાજનું એક નવું બંધારણ ઘડવામાં આવ્યું હતું, જેમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને વ્યસનોને અટકાવવા માટે ડીજે (DJ) વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સુધારાના આ પગલાએ હવે સમાજમાં જ આંતરિક વિખવાદ અને વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. ખાસ કરીને ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા ઠાકોર સમાજના યુવાનો અને વેપારીઓએ આ નિર્ણય સામે બંડ પોકાર્યું છે.

ગેનીબેન ઠાકોર સહિત અગ્રણીઓએ બનાવેલા બંધારણનો વિરોધ

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) સહિત સમાજના અગ્રણીઓની હાજરીમાં ઓગડનાથ ખાતે મળેલી મહાસભામાં સમાજનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બંધારણમાં કુરિવાજો નાબૂદ કરવાના ઉમદા હેતુથી લગ્ન જેવા શુભ પ્રસંગોમાં ડીજે વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અગ્રણીઓનું માનવું છે કે ડીજે (DJ) ના કારણે મોટો નાણાકીય ખર્ચ થાય છે અને તેના તાલે યુવાનોમાં અશાંતિ કે અઘટિત ઘટનાઓ બને છે.

Advertisement

આ પણ વાંચોઃ 'આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ' શું અભિનેતા Vikram Thakor ચૂંટણી લડશે?

Advertisement

Thakor Samaj: 'જીવન નિર્વાહનું શું?'

આ નિર્ણયની જાહેરાત થતા જ ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ કરી રહેલા સંચાલકોનું કહેવું છે કે, ઠાકોર સમાજમાં જ મોટી સંખ્યામાં યુવાનો આ વ્યવસાય દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. લાખો રૂપિયાની લોન લઈને સિસ્ટમ ખરીદી હોય ત્યારે અચાનક આવેલો આ પ્રતિબંધ તેમની રોજીરોટી છીનવી લેશે. સંચાલકોએ સવાલ ઉઠાવ્યો છે કે, "જો ડીજે બંધ થશે તો અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે? શું સમાજના અગ્રણીઓ અમારી લોનના હપ્તા ભરશે?"

Thakor Samaj: દારૂ ગાળવાની ચીમકી?

જ્યારે ડીજે સંચાલકોએ હતાશા અને ગુસ્સામાં આવીને આક્રમક નિવેદન આપ્યું. ડીજે સંચાલકો (DJ Operators) એ જણાવ્યું કે, જો સમાજ તેમને માનભેર રોજગારી નહીં કરવા દે, તો તેમની પાસે જીવન નિર્વાહ માટે દારૂ (Alcohol) ગાળવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "સમાજના આગેવાનોએ હજુ સુધી દારૂબંધીનો અમલ કડક રીતે કરાવ્યો નથી, જે સમાજને બરબાદ કરી રહ્યો છે. તેની સામે સારા અને માંગલિક પ્રસંગોમાં વગાડવામાં આવતા ડીજે (DJ)  તવાઈ બોલાવવામાં આવી છે. જો અમારો વ્યવસાય છીનવાશે તો અમે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ વળવા મજબૂર થઈશું." ડીજે સંચાલકોએ તર્ક આપતાં કહ્યું DJ સસ્તુ છે, 3-5 હજારમાં પ્રસંગ સચવાઈ જાય છે.

સામાજિક બહિષ્કારનો સૂર

જો કે પ્રતિબંધ મૂકતાં DJ સંચાલકો અને તેમની સાથે જોડાયેલા વેપારીઓએ એકસૂરે જણાવ્યું છે કે જે સમાજે તેમના પેટ પર લાત મારી છે, જેથી સમાજમાં અને રાજકીય કાર્યક્રમોમાં DJ ભાડે ન આપવાનો નિર્ણય લીધો છે. ગેનીબેન ઠાકોર જેવા મોટા ગજાના નેતાઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી યુવાનોમાં હતાશા છે. હવે જોવાનું એ રહે છે કે સમાજના આગેવાનો આ વિરોધને શાંત પાડવા કોઈ વચલો રસ્તો કાઢે છે કે પછી DJ સંચાલકોનો આ વિરોધ આગામી દિવસોમાં વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરશે.

આ પણ વાંચોઃ Mehsana: ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન, 1000 ગાડીઓના કાફલા સાથે અંબાજી પ્રયાણ, શું છે આયોજન?

Tags :
Advertisement

.

×