Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : થરાદ સેશન્સ કોર્ટેનો મહત્ત્વનો ચુકાદો, દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારીને દંડ કરાયો

Banaskantha ની થરાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યા બદલ પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ કેસમાં જજે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે અને દંડ પણ કરવામાં આવ્યો છે.
banaskantha   થરાદ સેશન્સ કોર્ટેનો મહત્ત્વનો ચુકાદો  દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારીને દંડ કરાયો
Advertisement
  • Banaskantha ની થરાદ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો
  • દુષ્કર્મ અને પોક્સો એકટમાં આરોપીને 20 વર્ષની સજાનો હુકમ
  • 2023માં બની હતી ઘટના સુઈગામ પોલીસ મથકે નોંધાયો હતો ગુનો
  • બિસ્કિટ લેવા ઘરે નીકળેલ સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ આરોપીએ
  • કોર્ટે 20 વર્ષની સજા અને 1.75 લાખ દંડની સજા ફટકારી આરોપીને

Banaskantha : બનાસકાંઠાના ( banaskantha) થરાદની સેશન્સ કોર્ટે (sessions cort) મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં દુષ્કર્મ (rape) કેસના આરોપીને 20 વર્ષની સજા ફટકારી દંડ કર્યો છે, આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ અને ત્યારબાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. ત્યારે આ કેસમાં સરકારી વકીલ (advocate) તરફથી પણ દલીલોનો મારો કરવામાં આવ્યો હતો, આરોપીને સજા આજે સંભળાવવામાં આવી છે. આ ચુકાદો સમાજમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે મજબૂત સંદેશ આપે છે.

દુષ્કર્મ અને પોક્સો કેસમાં આરોપીને સજા ફટકારાઈ

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદમાં વર્ષ 2023માં સગીરા બિસ્કીટ લેવા નીકળી હતી તે વખતે આરોપીએ પીછો કરી તેને પકડી લીધી હતી અને દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે સુઈગામ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો, આરોપી પ્રકાશ પઢીયારને 20 વર્ષની સજા ફટકારવવામાં આવી છે અને રૂ.1.75 લાખનો દંડ ફટકારવવામાં આવ્યો છે, અગાઉ પણ ગુજરાતની અલગ-અલગ કોર્ટે દુષ્કર્મના કેસમાં મહિલા તરફી ચુકાદા આપ્યા છે અને સમાજમાં પણ એક મેસેજ જાય છે કે, દુષ્કર્મ અને પોકસો કેસના આરોપીને કોર્ટ સજા ફટકારે છે.

Advertisement

banaskantha gujarat first

Advertisement

Banaskantha : આરોપીને 20 વર્ષની સજાનો હુકમ

આ સમગ્ર ઘટના 2023માં સુઈગામ વિસ્તારમાં બની હતી. જ્યાં આરોપીએ સગીરાને બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. માત્ર એટલું જ નહીં ઘટનાના બાદ આરોપીએ સગીરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી તે આ ઘટના વિશે કોઈને ના કહે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે પણ તપાસ દરમિયાન ચાર્જશીટમાં મજબૂત કાગળો કર્યા હતા.

આ પણ વાંચો : અમારી વાત સાંભળો! થરાદ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો તંત્ર સામે અવાજ

Tags :
Advertisement

.

×