Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Tharad Liquor Car Accident : દારૂ ભરેલી કાર પલટી જતાં બેના મોત, રસ્તા પર બોટલો વેરાઈ!

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરીએ લોહીની હોળી રમી છે. થરાદના પીલુડા રોડ પર એક પુરઝડપે આવતી કારના ગમખ્વાર અકસ્માતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. અકસ્માત સ્થળે દારૂની બોટલો અને માનવ લાશોના દ્રશ્યો જોઈ લોકોના કાળજા કંપી ઉઠ્યા છે. આ આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને કોણ છે આ પાછળનો આકા?
tharad liquor car accident   દારૂ ભરેલી કાર પલટી જતાં બેના મોત  રસ્તા પર બોટલો વેરાઈ
Advertisement
  • થરાદમાં દારૂ ભરેલી કાર પલટી, 2ના ઘટનાસ્થળે મોત!
  • રાજસ્થાન સરહદથી આવી રહેલી કારનો ગમખ્વાર અકસ્માત
  • પીલુડા-કરબુણ રોડ પર કારે ખાધા અનેક ગડથોલીયા
  • અકસ્માત બાદ રસ્તા પર વિદેશી દારૂની બોટલો વિખરાઈ
  • દારૂની હેરાફેરી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ

Tharad Liquor Car Accident : વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં દારૂની હેરાફેરીના કાળા કારોબાર વચ્ચે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. થરાદ (Tharad) ના પીલુડા-કરબુણ રોડ પર રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં ઘૂસી રહેલી એક લક્ઝરી કાર પલટી મારી જતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

Tharad Liquor Car Accident : પૂરઝડપે જતી કાર બની કાળ

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન સરહદ (Rajasthan Border) તરફથી એક કાર અત્યંત પૂરઝડપે આવી રહી હતી. આશંકા છે કે પોલીસના ડરથી અથવા વહેલા પહોંચવાની લાયમાં બુટલેગરો કારને પૂરપાટ ઝડપે દોડાવી રહ્યા હતા. પીલુડા નજીક પહોંચતા જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે કાર રસ્તા પર એકાએક ગડથોલીયા ખાવા લાગી હતી. કાર રસ્તાની નીચે ઉતરી જઈ પલટી મારી ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારમાં સવાર બંને વ્યક્તિઓને બહાર નીકળવાની તક પણ મળી નહોતી અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

Advertisement

Advertisement

રસ્તા પર વેરાઈ દારૂની નદીઓ

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે તપાસ કરી ત્યારે અકસ્માતની કરુણતાની સાથે એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી. અકસ્માતગ્રસ્ત કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. કાર પલટી ખાવાને કારણે દારૂની સેંકડો બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી અને આખા વિસ્તારમાં દારૂની ગંધ ફેલાઈ ગઈ હતી. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે અકસ્માતનો ભોગ બનેલી કાર દારૂની હેરાફેરી (Liquor Smuggling) માટે વપરાતી હતી.

પોલીસની કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ (Tharad Police) નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ (Post Mortem) માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં હવે એ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના કયા બુટલેગર પાસેથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા શહેરમાં પહોંચાડવાનો હતો. પોલીસ કારના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ લોકેશનના આધારે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Banaskantha: ડીસાના લુણપુર પાસે બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત! સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો

Tags :
Advertisement

.

×