Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કારે મારી પલટી, એક શખ્સની કરાઈ અટકાયત

Banaskantha : બનાસકાંઠામાં દારૂની રેલમછેલ થઈ હતી, વહેલી સવારે દારૂ ભરેલી કાર જઈ રહી હતી અને પોલીસને બાતમી મળતા પીછો કર્યો હતો તે દરમિયાન કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી, તો કારના ચાલકની પોલીસે અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
banaskantha   પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કારે મારી પલટી  એક શખ્સની કરાઈ અટકાયત
Advertisement
  • Banaskantha મા દારૂ ભરેલી કારે મારી પલટી
    રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી દારૂની ગાડીનો અકસ્માત
    દારૂ ભરેલી કારનો ફિલ્મી ચેઝ!
    થરાદ નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ
    દારૂ હોવાની વાત સામે આવતા લોકોના ટોળા વળ્યા

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના થરાદ (tharad) નજીક વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી (car) પલ્ટી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ (liquor) ભરેલી ગાડી પ્રવેશી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળતા માવસરી પોલીસ દ્વારા ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ગાડીને રોકવાનો ઈશારો કરતા જ ચાલક ગાડી લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ગાડીનો પીછો શરૂ કર્યો હતો.

ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી

થરાદ નજીક પહોંચતા ગાડી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં ખાબકી પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘટનાને લઈને ભારે ચકચાર મચી હતી. ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગાડી ચાલકને ઝડપી લીધો હતો. ગાડીમાંથી દારૂનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

banaskantha gujarat first

Advertisement

Banaskantha : ગઈકાલે થરાદ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી

થરાદ પોલીસ ટીમે બેવટા-રાહ રોડ ઉપર ટેરોલ ચાર રસ્તા નજીક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. પોલીસે દારૂ-બિયર સહિત કુલ રૂ.12.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. થરાદ પોલીસને મળેલી બાતમીના આધારે ટેરોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન (જીજે- 01- ઇયુ - 5353)ની ગાડીની તપાસ કરતા અંદરથી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ.3.49 લાખનો 1020 દારૂ-બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : Road Accidents in Gujarat: ગુજરાતમાં વર્ષે 15,500 થી વધુ માર્ગ અકસ્માતો, જાણો NCRB ના ચોંકાવનારા આંકડા

Tags :
Advertisement

.

×