Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Tharad : શ્રી ક્ષત્રિય યુવક સંઘના ચોથા પ્રમુખ ભગવાનસિંહ જીની 82 મી જન્મ જયંતિની ઉજવણી

Tharad માં શ્રી ક્ષત્રિય યુવક સંઘના ચોથા સંઘ પ્રમુખ ભગવાનસિંહ રોલસાબસર ની 82 મી જયંતિની ઉતર ગુજરાત સંભાગના, બાલુંત્રી આશાપુરા માતાજીના પ્રાંગણમાં ઉજવવામાં આવી છે. તેમાં જાગીરદાર સમાજના ભાઈઓ અને બહેનો ને મોટી સંખ્યા માં હાજર રહી સંઘ સેવિકા સંઘના સ્વયંસેવક ડુંગરસિંહ રામસણ દ્વારા એમના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી છે.
tharad   શ્રી ક્ષત્રિય યુવક સંઘના ચોથા પ્રમુખ ભગવાનસિંહ જીની 82 મી જન્મ જયંતિની ઉજવણી
Advertisement
  • Tharad ના આશાપુરા માતાજીના પ્રાંગણમાં જન્મ જયંતિની રંગેચંગે ઉજવણી
  • આ પ્રસંગે જાગીરદાર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા
  • ક્ષત્રિયનું જીવન બીજાની સેવા માટે હોય છે, ક્ષત્રિય મરીને પણ બીજાને જીવન આપે છે - પ્રેમ કુંવરબા સાંચોર

Tharad : શ્રી ક્ષત્રિય યુવક સંઘના ચોથા સંઘ પ્રમુખ ભગવાનસિંહ રોલસાબસર ની 82 મી જયંતિની ઉતર ગુજરાત સંભાગના થરાદ પ્રાંતના બાલુંત્રી આશાપુરા માતાજીના પ્રાંગણમાં ઉજવવામાં આવી છે. તેમાં જાગીરદાર સમાજના ભાઈઓ અને બહેનો ને મોટી સંખ્યા માં હાજર રહી સંઘ સેવિકા સંઘના સ્વયંસેવક ડુંગરસિંહ રામસણ દ્વારા એમના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી છે, અને ગુમાનસિંહ માડકાએ સમાજના બંધુઓને સંઘમાં વધારેને વધારે ભાઈઓ અને માતૃશક્તિને શાખા અને શિબિરમાં મૂકવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો ------ CM Bhupendrabhai Patel ને અર્પણ કરાઈ 'બેસ્ટ ટેબ્લો' ની ટ્રોફી, ગાંધીનગરમાં ગૌરવવંતી ક્ષણ

Advertisement

પ્રેરણા લેવાની વાત કરીએ છીએ (Tharad)

સિધ્ધરાજસિંહ પીલુડા દ્વારા સંઘના કાર્યપ્રણાલી વિશે વિશેષ માહિતી આપી ભગવાનસિંહ વલાદરએ ઉપસ્થિત સમાજના ભાઈઓ અને માતૃશક્તિને કહ્યું હતું, કે આપણે હંમેશા એવા લોકોની પ્રેરણા લેવાની વાત કરીએ છીએ કે, જે જેમને આપણે દેખ્યા નહીં પણ આપણે આજે એવા વીર પુરુષની જન્મ જયંતી ઉજવવા એકઠા થયા છીએ, અહીંયા બેઠેલા બધા જ માણસો એમનાથી કંઈક ને કંઈક રીતે પરિચિત છીએ. તમે બધા સાક્ષી છો કે, સાહેબે પોતાનું આખું જીવન સંઘ માટે સમર્પિત કરી નાખ્યું હતું.

કારેલીના ભાઈઓની અથાક મહેનત (Tharad)

પ્રેમ કુંવરબા સાંચોરએ માતૃશક્તિને ખાસ કહ્યું કે, સાહેબે માતૃશક્તિની શિબિર અને શાખાઓ ચાલુ કરી હતી, એમણે બધા જ સમાજને જોડાવાનું કામ કર્યું છે ક્ષત્રિયનું જીવન બીજાની સેવા માટે હોય છે, ક્ષત્રિય મરીને પણ બીજાને જીવન આપે છે. આ કાર્યક્રમમાં કારેલીના ભાઈઓએ અથાક મહેનત કરીને કાર્યક્રમને સુશોભિત કર્યો હતો. કાર્યક્રમના અંતે શાંતિ મંત્ર બોલાવીને બધાય છૂટા પડ્યા હતા.

અહેવાલ : યશપાલસિંહ વાઘેલા 

આ પણ વાંચો ------  Bagdana Case Latest Update : નવનીત બાલધીયા હુમલા કેસમાં 8 આરોપીઓને જામીન, જાણો કોણ છૂટ્યું?

Tags :
Advertisement

.

×