Holi 2026: ભગવાન રામ સાથે જોડાયેલું છે આ ગામનું નામ, છતાં હોળી પ્રગટાવતા જ સર્જાય છે હોનારત!
- Holi 2026 : આ ગામમાં 300 વર્ષથી નથી પ્રગટાવવામાં આવી હોળી, જાણો રહસ્ય!
- શ્રાપ કે પરંપરા? બનાસકાંઠાના રામસણ ગામની અનોખી કહાની
- રામસણ ગામ તેની આ અનોખી અને ડરામણી પરંપરા માટે જાણીતું છે
- ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા
Holi 2026 : બનાસકાંઠા (Banaskantha): સમગ્ર દેશમાં જ્યારે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન હોળી (Holi 2026) અને ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાનું એક એવું ગામ છે જ્યાં સદીઓથી હોળી પ્રગટાવવામાં આવી નથી. ડીસા (Deesa) તાલુકામાં આવેલું રામસણ (Ramsan) ગામ તેની આ અનોખી અને ડરામણી પરંપરા માટે જાણીતું છે. આશરે 10 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 250 થી 300 વર્ષોથી હોળીનો પર્વ ઉજવાતો નથી.
Holi 2026: ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ
રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વર (Rameshwar) હોવાનું મનાય છે. લોકવાયકા મુજબ, ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ (Lord Shri Ram) વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને તેમણે સ્વયં અહીં રામેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર ભૂમિ પર વર્ષો પહેલા પરંપરાગત રીતે હોળી ઉજવવામાં આવતી હતી, પરંતુ એક ઘટનાએ આખા ગામની રીતભાત બદલી નાખી.
Holi 2026 : સાધુનો શ્રાપ અને અગ્નિકાંડની ઘટના
ગામના વડીલોના જણાવ્યા અનુસાર, આશરે અઢી સદી પહેલા રામસણના તત્કાલીન રાજા દ્વારા સાધુ-સંતોનું અપમાન કરવામાં આવ્યું હતું. અપમાનિત થયેલા સાધુઓએ ગામને શ્રાપ (Curse) આપ્યો હતો. ત્યારબાદ જ્યારે પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી, ત્યારે રહસ્યમય રીતે આખા ગામમાં ભયાનક આગ (Fire) ફાટી નીકળતી હતી. એકવાર નહીં પણ સતત ત્રણ વાર હોળીના દિવસે જ ગામમાં આગ લાગવાની ઘટનાઓ બની, જેમાં અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. ગ્રામજનોમાં એવી માન્યતા ઘર કરી ગઈ કે આ બધું સાધુના શ્રાપને કારણે થઈ રહ્યું છે.
આધુનિક સમયમાં પણ પરંપરા અકબંધ
આ ભયાનક આગની ઘટનાઓ બાદ ગ્રામજનોએ સામૂહિક નિર્ણય લીધો કે ગામની શાંતિ અને સુરક્ષા માટે હોળી પ્રગટાવવાનું બંધ કરવું. આજે 21મી સદીમાં પણ રામસણ (Ramsan) ગામના લોકો આ પરંપરાને ચુસ્તપણે વળગી રહ્યા છે. હોળીના દિવસે અહીં અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી. તેના બદલે, ગામના લોકો માત્ર એક શ્રીફળ (Coconut) મૂકીને પ્રતીકાત્મક વિધિ કરે છે અને બાળકોને ઢુંઢાડે છે.
ત્યારબાદ, ગ્રામજનો રામેશ્વર મહાદેવ (Rameshwar Mahadev) ના મંદિરે એકત્રિત થાય છે અને ત્યાં ભજન-કીર્તન કરીને શાંતિપૂર્ણ રીતે પર્વની પૂર્ણાહુતિ કરે છે. વિજ્ઞાનના યુગમાં પણ આ ગામની આસ્થા અને ભૂતકાળનો ભય આજે પણ અકબંધ જોવા મળે છે.
આ પણ વાંચો: Holi 2026 : 'લઠ્ઠમાર' અને 'લડ્ડુમાર' હોળી આ કારણોસર લોકપ્રિય !


