Vav-Tharad: પૈસાની લેતી-દેતીમાં પતિએ નહેરમાં ઝંપલાવ્યું, પત્નીએ 16 શખ્સો સામે નોંધાવી ફરિયાદ
- Vav-Tharad: વાવમાં યુવકે આપઘાત કર્યાનો મામલો
- આરીફ્શા ફકીરે 10 દિવસ પહેલાં આપઘાત કર્યો હતો
- આપઘાત પહેલાં મૃતકે સુસાઇડ નોટ પણ લખી રાખી હતી
Vav-Tharad Suicide Case: ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર એવા વાવ પંથકમાં છેલ્લા 10 દિવસથી ચર્ચાસ્પદ બનેલા આરિફશા ફકીરના આપઘાત મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આર્થિક લેતીદેતી અને પઠાણી ઉઘરાણીના (Pathani Ughrani) કારણે મરવા મજબૂર બનેલા યુવકની પત્નીએ સમાજને સાથે રાખી ન્યાય માટે પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે. હાલ 16 આરોપી વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Vav-Tharad: પતિ નહેરમાં પડી જીવન ટૂંકાવ્યું
આજથી આશરે 10 દિવસ પહેલા વાવના રહેવાસી આરિફશા રહેમાનશા ફકીરે (Arifsha Rehmansha Fakir) માનસિક તણાવમાં આવી નહેરમાં (Canal) ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી હતી. આરિફશાના મોત બાદ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ સત્ય બહાર લાવવા માટે પરિવારે મક્કમ નિર્ધાર કર્યો હતો.
Vav-Tharad: પૈસાની લેતી-દેતીમાં પઠાણી ઉઘરાણીનો ત્રાસ
મૃતકે લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરિફશાએ કેનાલમાં કૂદતા પહેલા એક સ્યુસાઈડ નોટ (Suicide Note) લખી હતી. જેમાં મૃતક પોતે કેટલાંક લોકો પાસેથી પૈસા માંગતો તેમના નામ અને જે પઠાણી ઉઘરણી કરતાં હતા તેમના નામોનો ઉલ્લેખ કર્યો હોવાની માહિતી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: DJ વગાડવા બાબતે લગ્નમાં પથ્થરમારો! શું જાન લીલા તોરણે પાછી ગઈ?
16 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
થરાદ પોલીસે (Tharad Police) મૃતકની પત્નીની ફરિયાદના આધારે કુલ 16 શખ્સો વિરુદ્ધ આઈપીસીની (IPC) વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આ કેસની તપાસ ઉંડાણપૂર્વક કરવામાં આવી રહી છે. મૃતકની પત્નીએ થરાદ પોલીસ મથકમાં (Tharad Police Station) નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે.
'પઠાણી ઉઘરાણી' લીધો જીવ!
આક્ષેપ છે કે આરિફશાએ કેટલાક શખ્સોને નાણાં આપ્યા હતા, જે તેઓ પરત આપવામાં આનાકાની કરતા હતા. બીજી તરફ, અન્ય કેટલાક શખ્સો આરિફશા પાસે નાણાંની અતિશય વ્યાજ સાથે ઉઘરાણી કરતા હતા. આ 'પઠાણી ઉઘરાણી' અને સતત મળતી ધમકીઓના કારણે આરિફશાની માનસિક સ્થિતિ કથળી હતી. લેનારા પૈસા આપતા નહોતા અને દેવાદારો જીવવા દેતા નહોતા, આ બેવડી ભીંસમાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું.
આ પણ વાંચોઃ Vav-Tharad: પરણિત મહિલા પર 3 સંબંધીઓએ આચર્યું દુષ્કર્મ!


