Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad ના 16 ગામમાં 3 દિવસ પાણીનો કાપ રહેશે, શું છે કારણ?

થરાદમાં દેવપુરા સબહેડવર્કની મુખ્ય લાઇન જે ભારતમાલા હાઇવે નીચેથી પસાર થાય છે, તેમાં લીકેજ થતા 13 થી 15 મે સુધી રિપેરિંગ કામ ચાલશે. આ કારણે વાવ-થરાદના 16 ગામમાં 3 દિવસ પાણીનો કાપ રહેશે. તંત્રએ ટેન્કરની વ્યવસ્થા કરી છે, પરંતુ ભરઉનાળે આ કામગીરી થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
vav tharad ના 16 ગામમાં 3 દિવસ પાણીનો કાપ રહેશે   શું છે કારણ
Advertisement
  • Vav-Tharad ના 16 ગામમાં 3 દિવસ પાણીનો કાપ રહેશે
  • 16 ગામોમાં 13, 14 અને 15 મે સુધી પાણીનો કાપ
  • ભારતમાલા હાઇવે નીચેની પાણીની પાઇપલાઇનમાં લીકેજ

Vav-Tharad water supply: cutવાવ-થરાદ પંથકના વિસ્તારોમાં ઉનાળાનો પ્રકોપ વચ્ચે પાણી તંગી સર્જાઈ તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ગ્રામીણ વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. થરાદ સ્થિત દેવપુરા સબહેડવર્કની (Devpura Sub-headwork) મુખ્ય પાઇપલાઇન, જે ભારતમાલા હાઇવે (Highway) નીચેથી પસાર થાય છે, તેમાં મોટું લીકેજ જોવા મળ્યું છે. હાઇવેની નીચે પાઇપલાઇનમાં ક્ષતિ સર્જાવાને કારણે હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હતો, જેને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા તાકીદે સમારકામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમારકામની કામગીરીને પહોંચી વળવા માટે આગામી 13, 14 અને 15 મે એમ કુલ ત્રણ દિવસ સુધી 16 ગામમાં પાણીનો કાપ (Water Cut) જાહેર કરવામાં આવ્યો છે.

ભરઉનાળે 16 ગામોની લોકોને પડશે હાલાકી

આ કામગીરીને કારણે વાવ-થરાદના અંદાજે 16 ગામમાં પીવાના પાણીનો પુરવઠો (Water Supply) સંપૂર્ણપણે બંધ રહેશે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યારે પશુઓ અને માનવીઓ માટે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે, ત્યારે જ આ કાપ આવતા જનજીવન પ્રભાવિત થશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ત્રણ દિવસ દરમિયાન અસરગ્રસ્ત ગામોમાં પાણીની અછત ન સર્જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાણીના ટેન્કરો દોડાવવામાં આવશે. પરંતુ સ્થાનિકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે માત્ર ટેન્કરો દ્વારા આટલા મોટા વિસ્તારની તરસ છિપાવવી શક્ય નથી.

Advertisement

તંત્રના આયોજન સામે ઉઠ્યા સવાલો

ભરઉનાળે લેવાયેલા આ સમારકામના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા હતી, તો તેનું સમારકામ શિયાળામાં કેમ કરવામાં ન આવ્યું? જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, ત્યારે રિપેરિંગ (Repairing) માટે પાણી બંધ રાખવું એ જનતા માટે મુશ્કેલી નોતરવા સમાન છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલી ઝડપથી આ કામ પૂર્ણ કરીને ફરીથી પાણી પુરવઠો કાર્યરત કરે છે.

Advertisement

આ પણ વાંચોઃ Ambaji માં 40 દિવસથી પાણી માટે પોકાર, મહિલાઓએ પંચાયત કચેરી ગજવી

Tags :
Advertisement

.

×