Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મહિલા પોલીસકર્મીઓને આગ્રહ કરીને ખુરશી પર બેસાડ્યા

Vav-Tharad : વાવ થરાદ (Vav-Tharad) ના દિયોદર (Deodar) તાલુકાના સણાદર ખાતે આજે 'દૂધ દિન' (Milk Day) અને 'મહિલા જાગૃતિ કાર્યક્રમ' (Women's Awareness Program) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) હર્ષભાઈ સંઘવી અને બનાસ ડેરીના ચેરમેન (Chairman of Banas Dairy) શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું.
vav tharad  વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મહિલા પોલીસકર્મીઓને આગ્રહ કરીને ખુરશી પર બેસાડ્યા
Advertisement
  • Vav-Tharad માં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી કાર્યક્રમમાં હાજરી
  • સભામા સુરક્ષામા ઉભેલ મહિલા પોલીસ કર્મીઓ કરાયું સન્માન
  • પોલીસ કર્મીઓને ખુરશી પર બેસી જવા શંકર ચૌધરીએ કરી વિનંતી

Vav-Tharad : વાવ થરાદ (Vav-Tharad) ના દિયોદર (Deodar) તાલુકાના સણાદર ખાતે આજે 'દૂધ દિન' (Milk Day) અને 'મહિલા જાગૃતિ કાર્યક્રમ' (Women's Awareness Program) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghvi) અને બનાસ ડેરીના ચેરમેન (Chairman of Banas Dairy) શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhary) ની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ ફરજ પરની મહિલા પોલીસકર્મીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવી સૌના દિલ જીતી લીધા હતા.

Advertisement

Vav-Tharad માં શંકરભાઈ ચૌધરીએ જાળવ્યું મહિલા પોલીસકર્મીઓનું માન

આ વિશાળ સંમેલનમાં સુરક્ષા (Security) માટે તૈનાત મહિલા પોલીસ કર્મીઓ (Women Police Personnel) સતત ઉભા રહીને ફરજ બજાવી રહ્યા હતા. આ જોઈને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મંચ પરથી સંવેદનશીલતા દાખવી હતી. તેમણે ફરજ પર ઉભેલી મહિલા પોલીસ બહેનોને આગ્રહપૂર્વક ખુરશી પર બેસી જવા વિનંતી (Request) કરી હતી. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "આજે મહિલાઓનો કાર્યક્રમ છે, પોલીસ કર્મી બહેનો તમે પણ આરામથી બેસી જાવો." આ અનોખા સન્માનને કારણે ઉપસ્થિત મહિલાઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી.

Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત

બનાસ ડેરી સણાદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠાની મહિલા શક્તિ (Women Power) ને જાગૃત કરવાનો અને તેમને ડેરી ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રે આગળ લાવવાનો હતો. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોએ મહિલાઓને પ્રોત્સાહિત કરતા વક્તવ્યો આપ્યા હતા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલા પશુપાલકો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:  Vadodara BJP માં આંતરિક કલહ! બે હોદ્દેદારો સામસામે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Tags :
Advertisement

.

×