Vav Tharad: બનાસકાંઠામાં પાણીચોરો પર તંત્રની તરાપ, વાવ-સુઈગામના 12 ગામોમાંથી 46 બોગસ કનેક્શન કાપી નંખાયા
- Vav Tharad: પાણીની ચોરી કરનાર સાવધાન!
- વાવ-થરાદમાં પાણી પુરવઠા વિભાગનું મેગા ઓપરેશન
- એક જ દિવસમાં 46 ગેરકાયદે કનેક્શનનો સફાયો!
- વાવ અને સુઈગામના 12 ગામોમાં તંત્રની તરાપ
- મુખ્ય લાઈનમાંથી થતી ચોરી ઝડપાઈ
- 90 mmની લાઈનમાં ગાબડા પાડી પાણી ચોરી કરનારા તત્વો સામે લાલ આંખ, તંત્ર એક્શન મોડમાં
Vav Tharad: ઉનાળાની (Summer) શરૂઆત થતાની સાથે જ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગ (Water Supply Department) એક્શન મોડમાં આવ્યું છે. વાવ અને થરાદ (Vav-Tharad) પંથકમાં કાર્યરત જિલ્લા તંત્ર દ્વારા પાણીની મુખ્ય લાઈનોમાં થતી ચોરી રોકવા માટે મોટું સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વાવ અને સુઈગામ વિસ્તારમાંથી અનેક બિનઅધિકૃત (Unauthorized) કનેક્શન ઝડપાયા છે.
Vav Tharad: 12 થી વધુ ગામોમાં તપાસનો ધમધમાટ
પાણી પુરવઠાના અધિકારીઓ અને એજન્સીના (Agency) માણસોએ સંયુક્ત રીતે વાવ અને સુઈગામ તાલુકાના વિવિધ ગામોમાં તપાસ (Investigation) હાથ ધરી હતી. જેમાં ધરાધરા, ભાણખોડ, જાનાવાડા, તીર્થગામ, ભટસાણા, સવપુરા, રામપુરા, વાછરડા, ખરડોલ અને કુંભારખા જેવા 12થી વધુ ગામોમાંથી ગેરકાયદેસર રીતે લેવાયેલા પાણીના કનેક્શન મળી આવ્યા હતા.
આ પણ વાંચો----Surat Crime Branch: સુરત પોલીસની મોટી સફળતા, 87 લાખના ચેક બાઉન્સ કેસમાં જેલમાંથી ફરાર આરોપી ઝડપાયો
Vav Tharad: 90 mmની મેઈન લાઈનમાં ગાબડા
તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, લોકોએ 90 mmની હેવી પાણીની લાઈન (Heavy Pipeline) માં પંચર કરીને બિનઅધિકૃત કનેક્શન મેળવ્યા હતા. આ પ્રકારની પાણી ચોરીને કારણે છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચવામાં મુશ્કેલી સર્જાતી હતી. તંત્રએ કડક કાર્યવાહી (Strict Action) કરતા માત્ર એક જ દિવસમાં 46 જેટલા બોગસ કનેક્શન (Bogus Connections) કાપી નાખ્યા છે.
Vav Tharad: પાણીચોરો સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action)
ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાથી પાણીચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે લોકો બિનઅધિકૃત કનેક્શન (Illegal Connection) દ્વારા પાણીની ચોરી કરતા ઝડપાયા છે, તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ (Checking) ચાલુ રહેશે.
આ પણ વાંચો---- Gujarat Heatwave : બપોરે બહાર નીકળતા પહેલા સાવધાન! રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ


