Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav Tharad : મહિલાની હત્યા કરી શખ્સ ફરાર, પોલીસની અલગ-અલગ ટીમે તપાસનો કર્યો ધમધમાટ

Vav Tharad જિલ્લાના લાખણી તાલુકાના કેસરસી ગોળિયા ગામે હત્યાની ઘટના બની છે જેમાં આંગણવાડીમાં કામ કરતી મહિલાની હત્યા કરવામાં આવી છે, હત્યા કોણે કરી અને શા માટે કરી તેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
vav tharad   મહિલાની હત્યા કરી શખ્સ ફરાર  પોલીસની અલગ અલગ ટીમે તપાસનો કર્યો ધમધમાટ
Advertisement
  • Vav Tharad ના લાખણી તાલુકાના કેસરસી ગોળિયાની ઘટના
  • આંગણવાડી કેન્દ્રમાં મહિલાની હત્યા
  • હથિયાર વડે કરી ગામના જ વ્યક્તિએ હત્યા
  • આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી મહિલાની અગમ્ય કારણોસર હત્યા
  • આગથળા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
  • મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે

Vav Tharad : બનાસકાંઠા (banaskantha) ના વાવ થરાદ ગામે મહિલા (women) ની હત્યા કરવામાં આવી છે. ગામના જ શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે, સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે, મહિલા આંગણવાડી (anganwadi) માં એકલી હતી તે દરમિયાન હત્યા થઈ હોવાની વાત સામે આવી છે.

આંગણવાડી કેન્દ્રમાં મહિલાની હત્યા

વાવ થરાદના લાખણી (lakhni) તાલુકાના કેસરસી ગોળિયા ગામે ચૌંકાવનારી ઘટના બની છે જેમાં ધોળા દિવસે મહિલાની હત્યા કરવામાં આવી છે, ગામના શખ્સે જ હત્યા કરી છે પણ કોણ શખ્સ છે તે માહિતી હાલ સામે આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી (cctv) પણ તપાસ માટે લીધા છે, સમગ્ર ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

Advertisement

banaskantha gujarat first

Advertisement

Vav Tharad હત્યા કરનાર શખ્સની પોલીસે શોધખોળ કરી

મહિલાની હત્યા થતા ગામમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ગામમાં શોકનો માહોલ છે, ઘટનાની જાણ થતાં જ આગથળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગામમાં અમુક શખ્સોની પણ પૂછપરછ શરૂ કરી હતી, આ બનાવ બાદ ગામમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. પોલીસની ટીમે મૃતક મહિલાના પરિવારજનોની પણ પૂછપરછ હાથધરી છે, અંગત અદાવત અથવા તો પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો : Banaskantha : ચોકલેટની લાલચે બાળકનું અપહરણ, શ્રમિક પરિવારના બાળકની ઉઠાંતરી

Tags :
Advertisement

.

×