Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad: 'ગેનીબેન સારું ભોજન જમે, ઠાકોરના છોકરા લૂખું' ભૂવાજી આવ્યા DJ ના સમર્થનમાં

વાવ-થરાદ (Vav-Tharad) જીલ્લામાં ભૂવાજી ટીનાજીએ (Bhuvaji Tinaji) સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) સામે મોરચો માંડ્યો છે. તેમણે રમેલ અને ભજનમાં DJ વગાડવાનું સમર્થન કરતા જણાવ્યું કે DJ બંધ કરાવવું એ અયોગ્ય છે. ગેનીબેન પર સમાજના બંધારણ તોડવાનો આરોપ લગાવતા આ મામલો સમગ્ર બનાસકાંઠામાં (Banaskantha) ચર્ચાનો વિષય બન્યો છે.
vav tharad   ગેનીબેન સારું ભોજન જમે  ઠાકોરના છોકરા લૂખું  ભૂવાજી આવ્યા dj ના સમર્થનમાં
Advertisement
  • Vav-Tharad માં વધુ એક ભૂવાજીએ આપ્યુ DJને સમર્થન
  • સાંસદ ગેનીબેન પર પ્રહારો કરી DJને આપ્યું સમર્થન
  • DJવાળાનું DJ બંધ રાખુ તો માતા ન કહેવાઉં: ભૂવાજી
    'ગેનીબેન સારું ભોજન જમે, ઠાકોરના છોકરા લૂખું ભોજન જમે'

Vav-Tharad: બનાસકાંઠા જિલ્લાના વાવ (Vav) અને થરાદ (Tharad) પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક રિવાજો અને DJ વગાડવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે એક નવા ભૂવાજી ટીનાજી (Bhuvaji Tinaji) મેદાનમાં આવ્યા છે. તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) દ્વારા સામાજિક સુધારાના નામે લેવાયેલા નિર્ણયોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને DJ વગાડવાને સમર્થન જાહેર કર્યું છે.

Vav-Tharad: 'DJ વાળાનું DJ બંધ રાખુ તો માતા ન કહેવાઉં'

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ભૂવાજી ટીનાજી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે નિવેદન આપ્યું કે, "જો DJ વાળાનું DJ બંધ રાખુ તો હું માતા ન કહેવાઉં." તેમણે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક પ્રસંગો જેવા કે રમેલ (Ramel), જાતર (Jatar) અને ભજન (Bhajan) માં DJ ચોક્કસપણે વગાડવામાં આવશે.

Advertisement

Advertisement

Vav-Tharad: સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહારો

ભૂવાજીએ માત્ર DJ ના સમર્થન સુધી સીમિત ન રહેતા સાંસદ ગેનીબેન (Geniben) પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "ગેનીબેન પોતે સારું ભોજન જમે છે, જ્યારે ઠાકોર સમાજના (Thakor Community) દીકરાઓ લૂખું ભોજન જમે છે."  વધુમાં, તેમણે કહ્યું હતુ કે, "જો કોઈને વાંધો હોય તો ગેનીબેનને ફોન કરીને કહી દેજો, વીડિયો ઉતારવો હોય તો ઉતારી દેજો, બધાની બોલતી બંધ ન કરુ તો જોગણી ન કહેવાવું "

બંધારણ તોડવાના આક્ષેપો

સામાન્ય રીતે સામાજિક આગેવાનો એવો દાવો કરે છે કે DJ પર પ્રતિબંધ સમાજના હિતમાં અને બંધારણ મુજબ છે. જોકે, ભૂવાજી ટીનાજીએ આ વાતને નકારતા વળતો આરોપ લગાવ્યો છે કે સમાજનું બંધારણ અમે નથી તોડ્યું, પરંતુ ગેનીબેને (Geniben)ને તોડ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ જાગી છે.

જોકે, વિવાદ વધતુ ભૂવાજીએ પાછળથી સ્પષ્ટતા પણ કરી છે કે તેમનો હેતુ માત્ર ધાર્મિક પરંપરાઓ જાળવી રાખવાનો છે. કહ્યું રતનપરા ગામમાં રમેલ હતી અને એમાં ડી.જે અને સાઉન્ડ વિશે માતાજી બોલ્યા હતા. જે બાદ ભૂવાજીએ સમાજની માફી પણ માંગી છે.

આ પણ વાંચોઃ Vav-Tharad: ટિકિટ અને 11,000 મતોની લીડ! ભુવાજીએ ભાખ્યું કોંગ્રેસ નેતા માંગીલાલનું ભવિષ્ય!
આ પણ વાંચોઃ સંભલ મસ્જિદ વિવાદના મુખ્ય યાચિકાકર્તા Rishirajgiri Bapu અંબાજીના શરણે, કેસ જીતશે તો..!

Advertisement

.

×