Vav Tharad News: દિયોદરમાં સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ,12 સભ્યોને રાજસ્થાન ખસેડાયા
- Vav Tharad ના દિયોદર તાલુકા પંચાયતમાં રિસોર્ટ પોલિટિક્સ
- કોંગ્રેસના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાની ચર્ચા
- કોંગ્રેસના 12 સભ્યો રાજસ્થાન ખસેડાયાની ચર્ચા
- તાલુકા પંચાયતની 22માંથી 12 બેઠકો કોંગ્રેસ પાસે
- તાલુકા પંચાયતમાં 10 બેઠકો પર ભાજપના સભ્યો
Vav Tharad News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કરવા માટે રાજકીય પક્ષોએ સોગઠાબાજી શરૂ કરી દીધી છે. વાવ થરાદ (Vav Tharad) ના દિયોદર તાલુકા પંચાયતમાં (Deodar Taluka Panchayat) સત્તા બચાવવા કે કોઈ મોટો ઉલટફેર કે તોડજોડ ન થાય તે માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ રિસોર્ટ પોલિટિક્સ (Resort Politics) નો આશરો લીધો છે. ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પક્ષ પોતાના વિજેતા સભ્યોને બચાવવા માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાની ચર્ચાથી સરહદી પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
Vav Tharad ના દિયોદર તાલુકા પંચાયતમાં રિસોર્ટ પોલિટિક્સ
મળતી વિગતો મુજબ, દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 12 બેઠકો પર કોંગ્રેસ (Congress) ના સભ્યો વિજેતા બન્યા છે, જ્યારે 10બેઠકો પર ભાજપ (BJP) ના સભ્યો છે. સ્પષ્ટ બહુમતી (Clear Majority) હોવા છતાં કોંગ્રેસને આંતરિક તોડજોડ કે ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે, જેના કારણે કોંગ્રેસના તમામ 12 સભ્યોને પડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan) ના અજ્ઞાત લોકેશન પર ખસેડી દેવામાં આવ્યા છે. આગામી 23 મે ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર ચૂંટણી (Presidential Election) યોજાવાની છે.
પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી 23 મેના રોજ યોજાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 મે ના રોજ ચૂંટણીના દિવસે જ આ તમામ સભ્યોને સીધા દિયોદર ખાતે મતદાન માટે હાજર કરવામાં આવશે. આટલું જ નહીં, તાલુકા પંચાયતની સાથે-સાથે જિલ્લા પંચાયતના સભ્યો (District Panchayat Members) ને પણ કોઈ ખાનગી સ્થળે શિફ્ટ કરી દેવાયા હોવાની માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો: Rajkot Crime News: 7 લાખથી વધુના અફીણ સાથે SOG એ એક શખ્સને દબોચ્યો, આકરી પૂછપરછ શરુ


