Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad: પરણિત મહિલા પર 3 સંબંધીઓએ આચર્યું દુષ્કર્મ!

વાવ-થરાદના દિયોદરમાં છૂટાછેડાની લાલચ આપી પરણિત મહિલા પર તેના મામા-સસરા, પિતરાઈ ભાઈ અને ધર્મના મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાની મજબૂરીનો લાભ લઈ ત્રણેય સંબંધીઓએ શારીરિક શોષણ કર્યું હતું. દિયોદર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિજય દરજી, યશ દરજી અને કલ્પેશ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
vav tharad  પરણિત મહિલા પર 3 સંબંધીઓએ આચર્યું દુષ્કર્મ
Advertisement
  • Vav-Tharad: દિયોદર તાલુકાના ગામમાં ચોંકાવનારી ઘટના
  • પરણિત મહિલા સાથે ત્રણ સગા સંબંધીઓએ આચર્યું દુષ્કર્મ
  • દિયોદર પોલીસે ત્રણેય આરોપીઓને પકડ્યા

Vav-Tharad: વાવ-થરાદ જીલ્લાના દિયોદર (Deodar) તાલુકામાં એક અત્યંત હચમચાવતી અને શર્મજનક ઘટના સામે આવી છે. એક પરણિત મહિલાને તેના સાસરી પક્ષમાં લગ્ન જીવન પસંદ ન હોવાથી, તેનો ફાયદો ઉઠાવી તેના જ 3 નજીકના સંબંધીઓએ વિશ્વાસઘાત કરી વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે અને લોહીના સંબંધો પર સવાલિયા નિશાન ઊભા કર્યા છે.

Vav-Tharad: શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલાને તેના લગ્ન જીવનથી સંતોષ નહોતો અને તે છૂટાછેડા (Divorce) લેવા માંગતી હતી. મહિલાની આ માનસિક સ્થિતિ અને મજબૂરીનો લાભ લેવા માટે તેના જ મામા-સસરા વિજય દરજી (Vijay Darji) એ જાળ બિછાવી હતી. મામા-સસરાએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે તે તેને સાસરીમાંથી છૂટાછેડા કરાવી આપશે. આ લાલચ આપી તેમણે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

પિતરાઈ ભાઈ પણ કર્યું બદકામ!

આરોપ છે કે માત્ર મામા-સસરા જ નહીં, પરંતુ મહિલાના પિતરાઈ ભાઈ (Cousin Brother) યશ દરજી (Yash Darji) એ પણ આ ખોટા ખેલમાં ભાગ લીધો હતો. પિતરાઈ ભાઈએ પણ બહેનને મદદ કરવાની અને છૂટાછેડા અપાવવાની ખોટી ખાતરી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આમ, જેની પાસે રક્ષણની આશા હતી તેવા જ સંબંધીઓ ભક્ષક બન્યા હતા.

Advertisement

ધર્મના મામાએ પણ મર્યાદા ઓળંગી

આટલું ઓછું હોય તેમ, મહિલા જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે તેણે તેના ધર્મના મામા (Adopted Uncle) કલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂત (Kalpesh alias Vakhatsinh Rajput) નો સંપર્ક કર્યો હતો. કલ્પેશે મહિલાને પોતાના ઘરે આશરો (Shelter) આપવાની લાલચ આપી હતી. જોકે, આશરો આપવાના બહાને તેણે પણ મહિલાની લાચારીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આમ, એક પછી એક ત્રણ વ્યક્તિઓએ મહિલાને મદદના બહાને હવસનો શિકાર બનાવી હતી.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

અંતે હિંમત ભેગી કરી ભોગ બનનાર મહિલાએ દિયોદર પોલીસ સ્ટેશન (Deodar Police Station) ખાતે ત્રણેય નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દિયોદર પોલીસે (Police) ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટૂંકા જ સમયમાં પોલીસે મુખ્ય આરોપી મામા-સસરા વિજય દરજી, પિતરાઈ ભાઈ યશ દરજી અને ધર્મના મામા કલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂતની ધરપકડ (Arrest) કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલમાં પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી કાયદેસરની તપાસ (Investigation) ચલાવી રહી છે.

અહેવાલઃ યસપાલસિંહ વાઘેલા

આ પણ વાંચોઃ Vav-Tharad: 2 મુસાફરનો એસટી કંડક્ટર હુમલો! મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યાના આરોપ

Tags :
Advertisement

.

×