Diyodar Taluka Panchayat Election: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદરમાં સત્તા માટેનો મહાસંગ્રામ, શું ફરી ચૂંટણી રદ થશે?
Diyodar Taluka Panchayat Election: વાવ થરાદ (Vav-Tharad) ના દિયોદર (Diyodar) તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અહીં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. અગાઉ 25 અને 27 મેના રોજ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા વિવિધ કારણોસર રદ કરવામાં આવી હતી, જેના પગલે આજે ત્રીજી વાર આ મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવા જઈ રહી છે.
દિયોદર (Diyodar) તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
આજે સવારે 11 વાગ્યે ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રથમ સાધારણ સભા મળશે, જેમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામ પર મહોર લાગશે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યોનું સંખ્યાબળ છે. સ્પષ્ટ બહુમતી હોવા છતાં અગાઉના કિસ્સાઓમાં ચૂંટણી રદ થતા, આજે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે કે ફરી કોઈ નવો વિવાદ સર્જાશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા અને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad Police News: "તને કોઈ કંઈ નહીં કરે" કુખ્યાત આરોપી ધમા બારડ સાથેની ચેટ વાયરલ, PSI ની તાત્કાલિક બદલી


