Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav Tharad Election 2026 : થરાદના ભાચર ગામે લગ્ન પહેલા વરરાજાએ મનાવ્યો લોકશાહીનો પર્વ

Vav Tharad Election 2026 : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થયો છે. સવારના ખુશનુમા અને ઠંડા વાતાવરણનો લાભ લેવા માટે મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા છે. ખાસ કરીને થરાદના ભાચર ગામમાં લોકશાહીની જાગૃતતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભાચર ગામના એક નવયુવાન વરરાજાએ પોતાના જીવનના મહત્વના પ્રસંગ એટલે કે લગ્ન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.
vav tharad election 2026   થરાદના ભાચર ગામે લગ્ન પહેલા વરરાજાએ મનાવ્યો લોકશાહીનો પર્વ
Advertisement
  • Vav Tharad Election 2026 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન
  • મતદાન મથકે મતદારો પહોંચવાની થઈ શરૂઆત
  • થરાદના ભાચર ગામમાં લાગી મતદારો ની મતદાન મથકે લાઈનો
  • લગ્ન પહેલા વરરાજાએ મનાવ્યો લોકશાહીનો પર્વ
  • વરરાજા પહોંચ્યા ભાચર ગામની પ્રાથમિક શાળામાં

Vav Tharad Election 2026 : વાવ થરાદ જિલ્લામાં મતદાન (voting) ને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે, યુવાનોમાં લોકશાહીના પર્વની જાગૃતતાનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે જેમાં દિવસે કાળઝાળ ગરમી (summer) થી બચવા સવારથી મતદારો લાઈનો લગાવીને બેઠા છે, સવારના ઠંડા વાતવરણમા મતદાન મથક પર મતદારોનો ધસારો જોવા મળ્યો છે, વાવ થરાદ જિલ્લો અલગ બન્યા પછી વાવ થરાદમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ છે. વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા છે તેને લઈ લોકોમાં પણ એક સારો સંદેશો ગયો છે કે, મતદાન તો કોઈ પણ સ્થિતિમાં કરવું જોઈએ.

વાવ-થરાદ જિલ્લામાં 827 મતદાનમથકો

28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. જેમાં 827 મતદાન મથકો પર 7.42 લાખથી વધુ મતદારો મતદાન કરશે. આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જિલ્લાની કુલ 8 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરીને ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે દરેક તાલુકા મથકે રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે. જેઓ સમગ્ર મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. વાવ-થરાદ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકો અને જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે.

Advertisement

surat gujarat first

Advertisement

વાવ-થરાદ જિલ્લામાં 7,42,187 મતદારો નોંધાયેલા છે

જેમાં પુરુષ મતદારોની સંખ્યા ૩,૮૮,૯૧૦ અને સ્ત્રી મતદારોની સંખ્યા ૩,૫૩,૨૭૫ છે, જ્યારે અન્ય ૨ મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ ૧,૫૨,૩૧૬ મતદારો થરાદ તાલુકામાં છે, જ્યારે સૌથી ઓછા ૬૧,૯૯૪ મતદારો રાહ તાલુકામાં નોંધાયા છે. તાલુકા પંચાયતોની સાથે સાથે જિલ્લાની થરાદ અને ભાભરની પણ સામાન્ય ચૂંટણી યોજાશે. થરાદપાલિકાની ૨૮ બેઠકો માટે ૨૨ મતદાન મથકો અને ભાભર નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ૧૫ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Local Body Polls 2026: બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો, જીગ્નેશ મેવાણી સામે બળવો, જાણો પળેપળની અપડેટ્સ

Tags :
Advertisement

.

×