Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav tharad Election Controversy: ચૂંટણીના વિવાદ બાદ તંત્ર એલર્ટ,વાવ, થરાદ અને દિયોદરમાં 9 જૂન સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ

Vav tharad Election Controversy: વાવ, થરાદ અને દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ સર્જાયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
vav tharad election controversy  ચૂંટણીના વિવાદ બાદ તંત્ર એલર્ટ વાવ  થરાદ અને દિયોદરમાં 9 જૂન સુધી ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ
Advertisement
  • Vav tharad ની દિયોદરની વિવાદિત ચૂંટણીનો મામલો
  • ચૂંટણીના વિવાદ બાદ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામુ
  • સરકારી કચેરીએ ઉપવાસ, ધરણા, હડતાળ પર પ્રતિબંધ
  • પરવાનગી વિના 9 જૂન સુધી ધરણા ન યોજવા જાહેરનામું
  • જાહેરનામાના ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે

Vav tharad Election Controversy: વાવ, થરાદ અને દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ સર્જાયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Vav tharad માં પંચાયત ચૂંટણીના વિવાદ બાદ કલેક્ટરનું જાહેરનામું

તાલુકા પંચાયતની વિવાદિત ચૂંટણીઓ બાદ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે કલેક્ટરે કડક સૂચનાઓ આપી છે. જેમાં સરકારી કચેરીઓની આસપાસ અથવા કચેરી પરિસરમાં પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારના ઉપવાસ, ધરણા કે હડતાળ યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી 9 જૂન સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી બાદના વિવાદોને શાંત પાડવાનો અને સરકારી કામકાજમાં કોઈ અવરોધ ન આવે તે જોવાનો છે.

Advertisement

આ પણ વાંચો:  Ahmedabad News: 'ધ ઓપ્સિડિયલ કેફે'માં પોલીસના દરોડા, ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું, સંચાલક સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×