Vav-Tharad જિલ્લા માટે વહીવટી સંચાલન પારદર્શક બનાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) દ્વારા મોટી જાહેરાત કરાઇ
- Vav-Tharad જિલ્લામાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકસુવિધા માટે જમીન મળશે
- છેવાડાના વિસ્તારો સુધી માળખાગત સુવિધાઓ પહોંચાડવા માટે મહત્વનો નિર્ણય
Vav-Tharad District Development : વાવ થરાદ જિલ્લા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની (CM Bhupendra Bhai Patel) સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં વહીવટી સંચાલન પારદર્શક બનાવવા માટે આ નિર્ણય મોટું પગલું સાબિત થશે. નગરપાલિકામાં પાયાની સુવિધાઓ વિકસાવવા માટે એક પણ રૂપિયો ભર્યા વગર જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે નગરપાલિકાઓ સફળતા પૂર્વક લોકસુવિધાની કચેરીઓ અને વ્યવસ્થાઓ કરી શકશે.
Gandhinagar | હવે નગરપાલિકાઓને 'વિના મૂલ્યે' મળશે સરકારી જમીન | Gujarat First
નગરપાલિકાઓ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
૧૧ પ્રકારની પાયાની સુવિધાઓ માટે જંત્રી દરમાંથી મુક્તિ
રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓને થશે સીધો ફાયદો.
આંગણવાડી, ફાયર સ્ટેશન અને વોટર પ્લાન્ટ માટે જમીન સરળતાથી… pic.twitter.com/HEthxGpl12— Gujarat First (@GujaratFirst) January 26, 2026
અભૂતપુર્વ નિર્ણય લેવામાં આવ્યો (Vav-Tharad District Development)
26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) ની સરકાર દ્વારા વાવ-થરાદ જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લા માટે અભૂતપુર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં વહીવટી સંચાલન પારદર્શક બનાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. જેનો ઉદ્દેશ્ય નગરપાલિકાને પાયાની સુવિધાઓ મળી રહે તેવો છે.
શહેરી વિકાસ વધુ વેગવંતો બને અને નાગરિકોને વિવિધ સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થાય તે માટે નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે ઝડપથી સરકારી જમીન ફાળવવા માટેનો મહત્ત્વપૂર્ણ નિર્ણય.. pic.twitter.com/zocTUL5ayy
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2026
આ પણ વાંચો ------ Vav-Tharad: યુવાનોને વતનમાં જ મળશે નોકરી! દૂધવા ખાતે નવી GIDCનું ભૂમિપૂજન
આ સુવિધાઓ માટે જમીન મળશે (Vav-Tharad District Development)
નગરપાલિકામાં એક પણ રૂપિયો ભર્યા વગર સરળતાથી જમીન મળી રહેશે. જેમાં નગરપાલિકા દ્વારા પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ જમીન પર નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માજે જરૂરી માળખા બનાવી શકાશે. આ સાથે ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર જેવી સગવડો માટે પણ જમીન આપવામાં આવનાર છે.
માળખાગત સુવિધાઓ પહોંચાડી જીવનધોરણને ઊંચું લાવવાનો પ્રયાસ (Vav-Tharad District Development)
આ મોટા નિર્ણયની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) દ્વારા કરવામાં આવી છે. જેમાં 11 પ્રકારની સુવિધા-વ્યવસ્થાઓ માટે આ પ્રકારે જમીન ફાળવવામાં આવનાર છે. વાવ-થરાદ જેવા નવરચિત જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ, સુદૃઢ રોડ કનેક્ટિવિટી, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પહોંચાડીને નાગરિકોના જીવનધોરણને ઊંચું લાવવા માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચો ------ Vav-tharad માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


