Vav Tharad News: "કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ..." સગીર વિદ્યાર્થિનીને ધમકી આપી આચાર્યએ આચર્યું દુષ્કર્મ!
Vav Tharad News: વાવ-થરાદ પંથકમાંથી શિક્ષણ જગતને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ-થરાદ વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક કે માધ્યમિક શાળાના આચાર્ય સામે જ 15 વર્ષીય સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
Advertisement
Vav Tharad News: વાવ-થરાદ પંથકમાંથી શિક્ષણ જગતને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ-થરાદ વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક કે માધ્યમિક શાળાના આચાર્ય સામે જ 15 વર્ષીય સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, આચાર્ય દ્વારા સગીરાને પોતાની ઓફિસમાં એકાંતમાં બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ દરવાજો બંધ કરીને આઘાતજનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ પવિત્ર શૈક્ષણિક સંકુલમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં રોષ અને હડકંપ મચી ગયો છે.

