Vav-Tharad: પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું Kidnapping, પરિવાર મૂકાયો ચિંતામાં, જાણો મામલો
- Vav-Tharad Kidnapping Case: સુઈગામમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં અપહરણ
- બલેનો ગાડીમાં આવેલા શખ્સોએ હિતેશ નામના યુવકનું કર્યુ અપહરણ
- વાવની એટા ચોકડી પાસે એક્ટિવા રોકીને અપહરણ કરાયું
Vav-Tharad Kidnapping Case: વાવ-થરાદ જીલ્લાના સુઈગામ (Suigam) પંથકમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ (Kidnapping) થવાની ઘટના સામે આવી છે. હિતેશ નામનો યુવક જ્યારે વાવની એટા (Eta) ચોકડી પાસેથી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક બલેનો ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેને રોકી લીધો હતો. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અપહરણકર્તાઓએ હિતેશને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા, જે સમગ્ર પ્રકરણમાં જૂની અદાવત કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
અપહરણની આ ઘટના બાદ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં અપહરણની ગંભીરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને કારણે પોલીસ અને લોકોમાં ભારે ઉહાપોહ જોવા મળ્યો છે. બીજી તરફ પોતાના પુત્રના અપહરણના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને જોઈને હિતેશના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારમાં અત્યારે ડર અને ગભરાટનો માહોલ છે અને તેઓ પોતાના પુત્રની હેમખેમ વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પોલીસે ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો
આ ઘટનાની જાણ થતા જ સુઈગામ પોલીસ હરકતમાં આવી છે અને હિતેશના પરિવારની ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવી છે અને અપહરણ કરનારાઓેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ આરોપીઓના સગડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રેમ પ્રકરણમાં થયેલા આ અપહરણના કેસમાં પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Jamnagar માં નેપાળી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર જ નીકળ્યો હત્યારો


