Vav Tharad : ટ્રેકટર વીજ પોલ સાથે અથડાતા 2 સગા ભાઈના મોત, આવનારો લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો
- Vav Tharad જિલ્લા લવાણા ગામ નજીકની ઘટના
- 2 સગા ભાઈના મોત થતા પરિવારમાં આક્રંદ
- ટ્રેકટર વીજપોલ સાથે અથડાતા બની ઘટના
- ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
Vav Tharad : વાવ થરાદના રાહ તાલુકાના (taluka) લવાણા ગામ (village) નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટ્રેકટર (tractor) વીજપોલ (vijpoll) સાથે અથડાતા 2 સગા ભાઈના (brother) મોત (death) થયા હતા, તો ઘટનાની જાણ થતાની સાથે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા, પરતું ભાઈઓને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતુ, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મૃતક ભાઈઓ મંડપ ડેકોરેશનનું કામ કરીને જીવન ગુજારતા હતા. હાલમાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે.
ટ્રેકટર વીજપોલ સાથે અથડાતા બની ઘટના
વાવ થરાદના રાહ તાલુકાના લવાણા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં 2 સગા ભાઈના મોત થયા છે, લાખણીના લાલપુર ગામના 19 વર્ષના હિતેશ ઠાકોર અને 15 વર્ષ રાહુલનું ઘટના સ્થળે મોત થયું છે,
ટ્રેક્ટર ચાલક મૃતક હિતેશ ઠાકોરે ટ્રેકટરના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, બન્ને મૃતક ભાઈઓના મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને મૃતદેહ પરિજનોને સોંપ્યા બાદ અંતિમવિધી કરી શકાશે, પોલીસે પરિજનોના નિવેદન નોંધીને તપાસ શરૂ કરી છે.
Vav Tharad : મૃતક ભાઈઓ મંડપ ડેકોરેશનનું કામ કરતા હતા
એક તરફ ઘરમાં શોકનો માહોલ તો બીજી તરફ પરિવારમાં 10 દિવસ બાદ પિતરાઈ બહેનના લગ્ન હોવાની વાત પણ સામે આવી છે, લગ્નની તૈયારીઓ વચ્ચે બે જુવાનજોધ દીકરાઓના મોતથી ગામમાં શોકનો માહોલ છે. પોલીસનું કહેવું છે કે, આ અકસ્માત સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા થયો છે. મોટા ભાગના અકસ્માતમાં એવું થતું હોય છે કે વાહન ફુલ સ્પીડમાં હોય અને સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા હોઈએ છીએ ત્યારે અકસ્માત થતો હોય છે અને પરિવારને ઘરના સભ્યો ખોવાનો વારો આવતો હોય છે.
આ પણ વાંચો : Banaskantha : ચોકલેટની લાલચે બાળકનું અપહરણ, શ્રમિક પરિવારના બાળકની ઉઠાંતરી


