'આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ' શું અભિનેતા Vikram Thakor ચૂંટણી લડશે?
- Vikram Thakor એ અંબાજી ખાતે આપ્યું મોટું નિવેદન
- આજે નહીં તો કાલે રાજકારણમા જોડાઈશ
- ભવાની ધામ સંકલ્પ યાત્રા પ્રસંગે જાહેર મંચથી નિવેદન
Vikram Thakor Statement in Ambaji: ગુજરાતમાં આવતાં વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી અનેક લોકો રાજકારણ (Politics) માં ઝંપલાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે એક મોટી રાજકીય હલચલ જોવા મળી છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો દિલોની ધડકન વિક્રમ ઠાકોરે (Vikram Thakor) આજે અંબાજીના પવિત્ર ધામમાં માતાજીના દર્શન કર્યા બાદ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. અંબાજી (Ambaji) ખાતે આયોજિત 'ભવાની ધામ સંકલ્પ યાત્રા'ના પ્રસંગે જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે, "આજે નહીં તો કાલે, હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ."
Vikram Thakor ના નિવેદનને લોકોએ વધાવ્યું
આ કાર્યક્રમ અંબાજીના ભગવતી પાર્ટી પ્લોટમાં યોજાયો હતો, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે ક્ષત્રિય નેતા અભિજિત સિંહ બારડ (AbhijitSingh Barad) સહિત અનેક દિગ્ગજ ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની હાજરીમાં વિક્રમ ઠાકોરે જ્યારે રાજકારણ (Politics) માં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ઉપસ્થિત જનમેદનીએ ભારે હર્ષનાદ સાથે તેમને વધાવી લીધા હતા.
Ambaji ખાતે અભિનેતા Vikram Thakor નું મોટું નિવેદન । Gujarat First
આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ:વિક્રમ ઠાકોર
ભવાનીધામ સંકલ્પ યાત્રા પ્રસંગે જાહેરમંચથી જાહેરાત
અભિજિતસિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓની હાજરી @vikramthakor02 #VikramThakor #Ambaji #GujaratiActor #PoliticalEntry… pic.twitter.com/FickpkerMT— Gujarat First (@GujaratFirst) January 18, 2026
ચૂંટણી લડવાની હલચલ!
વિક્રમ ઠાકોર લાંબા સમયથી સામાજિક કાર્યો અને લોકોના પ્રશ્નોમાં સક્રિય જોવા મળ્યા છે, પરંતુ રાજકારણમાં સીધા પ્રવેશ અંગે તેઓ હંમેશા મૌન સેવતા હતા. જોકે, અંબાજીની આ સંકલ્પ યાત્રામાં તેમણે આપેલું નિવેદન ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માં ગરમાવો લાવી શકે તેમ છે. તેમણે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકસેવા માટે રાજકારણ એક સબળ માધ્યમ છે અને સમય આવ્યે તેઓ આ માર્ગ પર આગળ વધશે. બીજી તરફ આવતા વર્ષ 2027માં ગુજરાત વિધનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી તેઓ અભિનય સાથે સાથે ચૂંટણીમાં હાથ અજમાવી શકે છે.
Vikram Thakor નો છે મોટો ચાહક વર્ગ
ઉલ્લેખનીય છે કે, વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા ખાસ કરીને ગ્રામીણ ગુજરાત અને યુવાનોમાં ખૂબ જ વધારે છે. તેમની એક ઝલક મેળવવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. આટલી મોટી ફેન ફોલોઈંગ ધરાવતા અભિનેતા જો રાજકારણમાં ઝંપલાવે તો આગામી સમયમાં ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર પણ તેમના આ નિવેદનની જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Mehsana: ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન, 1000 ગાડીઓના કાફલા સાથે અંબાજી પ્રયાણ, શું છે આયોજન?


