Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આફ્રિકા ખંડમાં ભારતીય સંસ્કૃતિના દીપસ્તંભ સમાન BAPSનાં 25થી વધુ મંદિરોનું નિર્માણ

અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં નગરમાં દરરોજ વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આફ્રિદા દિનની ઉજવણી કરવામાં આવી છે.વર્ષ 1955માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા આફ્રિકાના સૌપ્રથમ BAPS મંદિરની પ્રતિષ્ઠા મોમ્બાસા ખાતે થઈ હતી. બાદમાં વર્ષ 1960માં કમ્પાલા, જીંજા
આફ્રિકા ખંડમાં ભારતીય સંસ્કૃતિના દીપસ્તંભ સમાન  bapsનાં 25થી વધુ  મંદિરોનું નિર્માણ
Advertisement
અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં નગરમાં દરરોજ વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આફ્રિદા દિનની ઉજવણી કરવામાં આવી છે.
વર્ષ 1955માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા આફ્રિકાના સૌપ્રથમ BAPS મંદિરની પ્રતિષ્ઠા મોમ્બાસા ખાતે થઈ હતી. બાદમાં વર્ષ 1960માં કમ્પાલા, જીંજા અને ટોરોરો (યુગાન્ડા)માં મંદિરોની સ્થાપના થઈ હતી. તે સિવાય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ઓગસ્ટ, 1999માં ભવ્ય મંદિર દ્વારા નૈરોબીને સત્સંગનું મુખ્ય મથક બનાવ્યું.
પ્રમુખસ્વામી મહારાજે પૂર્વ આફ્રિકાની ધરતી પર વિચરણ-વ્યક્તિગત મુલાકાતો, મંદિરો અને તહેવારો દ્વારા હિન્દુ ધર્મના વૈશ્વિક મૂલ્યોનું હજારોમાં સિંચન  કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે કેન્યાના નૈરોબીમાં 17 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન નવ દિવસીય ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો, 80 હજાર લોકો પ્રેરિત  થયા તો કેન્યાની 67 શાળાઓના 10,371 વિદ્યાર્થીઓએ અભ્યાસ અને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણા  મેળવી.
આફ્રિકામાં BAPSના દીપસ્તંભ સમાન કાર્યો
  • વર્ષ 1977માં, પ્રમુખસ્વામી મહારાજે દાર-એ-સલામ અને મ્વાન્ઝામાં (ટાન્ઝાનિયા) બે મંદિરોની સ્થાપના કરી હતી
  • વર્ષ 1991માં જોહાનિસબર્ગ (સાઉથ આફ્રિકા) અને કેન્યામાં એલ્ડોરેટમાં નવા મંદિરોની સ્થાપના કરવામાં આવી.
  • એપ્રિલ, 2022માં સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં વિશાળ BAPS હિન્દુ મંદિરની શિલાન્યાસવિધિ સંપન્ન થઈ
  • ઓકટોબર, 2022માં સાઉથ આફ્રિકામાં લેનેસિયામાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી
  • કોરોના મહામારી સમયે BAPS ચેરીટીઝ - આફ્રિકા દ્વારા વ્યાપક સ્તરે રાહતકાર્યો હાથ ધરવામાં આવ્યાં હતાં.
  • 1985માં કેન્યાના ‘લેન્ડ એન્ડ સેટલમેન્ટ મંત્રી’ શ્રી જોસેફ મટુરિયા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયા હતા. વ્યસન્મુક્ત, જાહેર સભામાં હજારોની મેદની સમક્ષ દારૂના વ્યસન-ત્યાગની લીધી હતી પ્રતિજ્ઞા
સાંધ્ય સભા
આજે સાંજે 5 વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકા ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPSના વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામી તેમજ પૂ. પ્રિયવ્રત સ્વામી,  પૂ. અમૃતસ્વરૂપ સ્વામી, પૂ. પરમકીર્તિ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યો  આપ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વિશાળ  મંદિરોના સંકલ્પને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સાકાર કર્યો હતો. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×