Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભગવાનના આમંત્રણ વગર આવી શકાતું નથી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી

અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે ત્યારે આજે નગરમાં બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી.ભારત સરકારના કેન્દ્રીય  શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનà«
ભગવાનના આમંત્રણ વગર આવી શકાતું નથી   કેન્દ્રીય  શિક્ષણ મંત્રી
Advertisement
અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે ત્યારે આજે નગરમાં બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી.ભારત સરકારના કેન્દ્રીય  શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને  ઉપસ્થિતિ  રહ્યા  હતા .
ભારત સરકારના કેન્દ્રીય  શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું,
આજે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આમંત્રણ આપવા માટે મહંતસ્વામી મહારાજનો ખૂબ ખૂબ આભાર. લોકો કહે છે કે ભગવાનના આમંત્રણ વગર આવી શકાતું નથી ' આજે એમના જ આમંત્રણથી  હું આજે અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઉપસ્થિત રહી શક્યો છે. આ 600  એકરમાં રચાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગર અને તેમાં આવેલા દરેક વિભાગો  પી.એચ.ડી નો વિષય બની શકે છે તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે.
પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી ડો. એલ મુરુગને જણાવ્યું
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હાજર રહેવા મળ્યું તે મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. દિલ્હી અક્ષરધામના દર્શન કરીને મેં અનુભવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ માટે અતુલ્ય યોગદાન આપ્યું છે. 2004 માં સુનામી આપત્તિ વખતે બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ ૩ ગામ દત્તક લઈને તેમને ફરીથી બેઠા કર્યા હતા તે માટે હું તેમનો જીવનભર ઋણી રહીશ.”
ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત માનનીય હ્યુગો જેવિયર ગોબ્બીએ જણાવ્યું,
હું મહંતસ્વામી મહારાજ અને આ સંસ્થાનો આભારી છું મને આમંત્રણ આપવા માટે. આર્જેન્ટિના દેશ અને ત્યાંના નાગરિકો વતી હું આપ સૌને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે શુભેચ્છા પાઠવું છું કારણકે તેઓ એક આદર્શ નેતા હતા જેમણે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો છે અને સમગ્ર જીવન સમાજ સેવાના કાર્યોમાં વ્યતીત કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે આપેલા આદેશ અને મૂલ્યોએ સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે. 
આચાર્ય ભાઈશ્રી - સાંદીપનિ આશ્રમના પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજને જે કોઈ પણ  એક વાર મળ્યું છે તે આત્મીયતાપૂર્વક સમર્પિત થયા છે. પ્રમુખસ્વામી મહારાજને "બાપા" કહીએ ત્યારે વાત્સલ્યના વડલાની અનુભૂતિ થાય એવા વિરલ હતા. પ્રમુખસ્વામી મહારાજની આત્મીયતા એટલી અદ્ભુત હતી કે ગામડાના આદિવાસીથી લઇને દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ સુધી બધા જ આત્મીયતાથી જોડાઈ ગયા છે.
આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ એક કુંભ મેળા સમાન જ લાગે છે કારણકે આ પ્રેરણાનો કુંભ છે અને આ નગરમાં આવનાર વ્યકિત પ્રેરણા લઈને જ ઘરે જાય તેવું દિવ્ય અને ભવ્ય આ નગર છે.  પ્રમુખસ્વામી મહારાજે તેમના પ્રેમ અને વાત્સલ્યથી અનેક લોકોને વ્યસનમુક્ત કરીને તેમના જીવનને ઉજ્જવળ બનાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે પણ જોઈએ ત્યારે "સૌમ્યતા જાણે શરીર ધારણ કરીને બેઠી હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે વાત્સલ્યના વડલાથી વિશ્વનાં અનેક લોકોને છાંયા આપી છે. અત્યારે ન્યૂજર્સીમાં અક્ષરધામ બની રહ્યું છે. આ મંદિરો ભારતની સંસ્કૃતિ અને સભ્યતા તેમજ સનાતન હિન્દુ ધર્મ વગેરેનું દર્શન કરાવવા માટે છે.
ગાયત્રી પરિવારના અધ્યક્ષ ડો. ચિન્મયભાઈ પ્રણવભાઈ પંડ્યાએ જણાવ્યું,
“આજે ગાયત્રી પરિવાર એ અક્ષરધામ પરિવાર સાથે અહીં ઉપસ્થિત છે. જ્યારે ગાયત્રીના સાધક શિખર પર હોય ત્યારે તેઓને અક્ષરધામની અનુભૂતિ થાય છે તેમ સ્વામીઓમાં સ્વામી શિખર પર હોય ત્યારે તેઓ પ્રમુખસ્વામી તરીકે ઓળખાય છે. પ્રમુખસ્વામી મહારાજમાંથી લાખો લોકોએ પ્રેરણા લઈને પોતાનું જીવન પરિવર્તન કર્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભૂમિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ભૂમિ છે. દિલ્હી અક્ષરધામની સ્થાપના વખતે ડોક્ટર સાહેબ પ્રણવભાઈ એ કહ્યું હતું કે , ' દુનિયામાં માત્ર ૨ પ્રકાર ના જ લોકો હોય શકે , એક જેમણે  અક્ષરધામના દર્શન કર્યા છે અને બીજા એ જેમણે અક્ષરધામના દર્શન નથી કર્યા'. અત્યારે સુધી હું દ્વિતીય શ્રેણીમાં હતો પરંતુ આજે અહી આવીને હું પ્રથમ શ્રેણીમાં આવી ગયો છું કારણકે અહી સાક્ષાત્ અક્ષરધામના દર્શન થઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિ એવી હતી કે આજે  ૧૨૦૦ મંદિરોના શિખર ઝળહળી રહ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ લઈને લોકો ઘરે જશે.”
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ભૂતપૂર્વ ડિરેક્ટર શ્રી ડી.આર. કાર્તિકેયને જણાવ્યું,
આજે મને કુંભમેળાની અનુભૂતિ થઈ રહી છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે અને અહી સેવા કરનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનભર વિચરણ કર્યું છે, લાખો પત્રો લખ્યા છે, અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે અને લાખો લોકોના દિલમાં સ્થાન પામ્યા છે અને તેના કારણે જ આજે ૮૦,૦૦૦ સ્વયંસેવકો પ્રેમભાવથી અહી સેવા અને સમર્પણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે મને દિલ્હી અક્ષરધામમાં આશીર્વાદ આપ્યા હતા અને તેમની આંખોમાં અનોખી કરુણા અને નમ્રતા જોવા મળતી હતી. પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા અને વ્યસનમુક્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં અનોખી ક્રાંતિ કરી છે.”
સાઉથ એશિયન મીડિયા, માર્કેટિંગ અને એન્ટરટેઇનમેન્ટના  પ્રમોટર શ્રી સુનિલ હાલીએ જણાવ્યું,
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મૃત્યુ પછી સ્વર્ગમાં જવા મળે પરંતુ આજે મને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને જ્યાં જોઉં  ત્યાં બધે જ મને સાક્ષાત્ સ્વર્ગની અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે મને જીવનના દરેક તબક્કે તેમનો સાથ આપ્યો છે તે માટે હું તેમનો ઋણી છું. આપણે જો પ્રમુખસ્વામી મહારાજે આપેલા સૂત્ર  ' બીજાના ભલામાં આપણું ભલું ' એ જીવન ભાવના સાથે જીવીશું તો આપણું જીવન બદલાઈ જશે.
રામકૃષ્ણ મિશનના સેક્રેટરી પૂજ્ય સ્વામી શાંતાત્માનંદજીએ જણાવ્યું,
આજે વિવેકાનંદજી મહારાજે સમગ્ર દેશમાં વિચરણ કરીને કહ્યું હતું કે ત્યાગ અને સેવા એ ભારતનું મૂળ છે. તે રીતે પ્રમુખસ્વામી મહારાજ ત્યાગ અને સેવાનાં મૂર્તસ્વરૂપ હતા. રામકૃષ્ણ મિશન અને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા વચ્ચે અદ્ભુત સામ્ય અને એકતા છે. આજે હું ભાગ્યશાળી છું કે અહી નગર નિરખવાનો અવસર પ્રાપ્ત થયો. જે કોઈ અહી આવીને આ નગર નિહાળશે તેઓને જ યત્કિંચિત અંદાજ આવી શકશે કે અહી કેવું સર્જન થયું છે.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું તે યુગકાર્ય છે અને તે દ્વારા  જ્યાં સુધી પૃથ્વીનું તક રહેશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો પ્રચાર થતો રહેશે. 'અક્ષરધામમાંથી જીવન ઘડતરની પ્રેરણા મળે' તે હેતુથી પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ ઉદઘાટન વખતે કહ્યું હતું કે 'આ અક્ષરધામનું નિર્માણ હરીફાઈ માટે કે પોતાની મોટપ વધારવા સારું નથી કર્યું પરંતુ ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પૂર્તિ માટે કર્યું છે.’ 'પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિ ખૂબ જ અનોખી હતી અને હું એ વાતનો સાક્ષી છું તેમજ મારી નજરેથી જોયું પણ છે. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિભાવ સાથે અક્ષરધામ બનાવ્યા છે અને તેઓ 'હાલતા ચાલતા અક્ષરધામ ' સમાન હતા માટે તેમની ગાથાઓ ગવાતી રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×